આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે હાર્ટફુલનેસ શિક્ષક-પ્રશિક્ષણ સેમિનાર યોજાયો

20 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા હોદ્દેદારશ્રીઓની પ્રેરણા થકી અને આચાર્યશ્રીના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓના મૂલ્યલક્ષી શિક્ષણ માટે તા-18 &19/11/2024 એમ બે દિવસ હાર્ટફુલનેસ શિક્ષક-પ્રશિક્ષણ સેમિનાર યોજાયો. જેમાં હાર્ટફુલનેસ કાર્યશાળા, અમદાવાદના તજજ્ઞો તથા પ્રશિક્ષકો એવા અમ્રિતા ત્રિવેદી, મિતાલી ચક્રવતી, અક્ષયકુમાર શ્રીવાસ્તવ, પ્રીતિ પારેખ, કલ્પના ત્રિવેદી, વિનીતા મંડારે, મોના કંસારા, માલવિક ભટ્ટ અને જીગન કે. ઉપસ્થિત રહ્યા હતા. જેઓશ્રીએ હાર્ટફુલ શિક્ષક, સહાયકતાના કૌશલ્યો, પ્રેરિત જીવન, હૃદય કેન્દ્રિત જીવન, હાર્ટફુલ સંચારના કૌશલ્યો, પ્રાયોગિક વર્કશોપ વગેરે વિષયો વિશે પ્રેરણાદાયી પ્રશિક્ષણ તથા માર્ગદર્શન આપી “શારીરિક, માનસિક, ભાવાત્મક અને આધ્યાત્મિક શિક્ષણ થકી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ દ્વારા તંદુરસ્ત માનવ સમાજનું નિર્માણ કરવું” એ હેતુને સિદ્ધ કરનાર શિક્ષણ પદ્ધતિને ઉજાગર કરવાની પ્રેરણા પૂરી પાડી હતી.આમ, આ સેમિનાર થકી આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના શિક્ષકોને નવી ઉર્જા તથા વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને ઓળખવાનો એક ઉત્તમ પ્રકારનો દૃષ્ટિકોણ પ્રાપ્ત થયો હતો.





