BANASKANTHAPALANPUR

ઓનલાઇન રોકાણ કરાવી છેતરપિંડી આચરનાર ઇસમને પકડી પાડતી સાયબર ક્રાઇમ ટીમ, પાલનપુર

22 નવેમ્બર

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ, તથા શ્રી અક્ષય રાજ સાહેબ પોલીસ અધિક્ષક બનાસકાંઠા, પાલનપુર નાઓની સુચનાથી તથા ર્ડા.શ્રી જે.જે.ગામીત સાહેબ નાયબ પોલીસ અધિક્ષક, પાલનપુર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં સાયબર ક્રાઇમ લગત બનાવો ન બને તે સારૂ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ટીમને સોશિયલ મિડીયા ઉપર સર્વેલન્સ વોચ રાખવા તેમજ સાયબર ફ્રોડ આચરનાર ઇસમોને ઝડપી પાડવા સુચના કરેલ.
જે અન્વયે પાલનપુર સાયબર ક્રાઇમ પો.સ્ટે. ગુરનં.૧૫/૨૦૨૪ BNS કલમ ૩૧૬, ૩૧૮(૪), ૫૪ તથા IT એક્ટ કલમ ૬૬(સી) ૬૬(ડી) મુજબના કામે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ભોગ બનેલ ફરીયાદીએ ફરીયાદ નોંધાવેલ કે કોઇ અજાણ્યા ઇસમોએ ફરીયાદીને કોલ તેમજ વોટ્સએપ ચેટ કરીને CNT TRAVELS નામની કંપનીમાં ઓનલાઇન રોકાણ કરવાથી સારૂ વળતર આપવાની લાલચ આપી ફરીયાદીને વિશ્વાસમાં લઇ મોટી રકમનું ઓનલાઇન રોકાણ કરાવડાવી તે રકમ પરત નહી ચૂકવીને છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરી ગુનો કર્યા મુજબની ફરીયાદ નોંધાયેલ.
જે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ નોંધાયેલ અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરવા સારૂ સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા બેંક ડિટેઇલ્સ મેળવી પુરાવા એકત્રિત કરીને સદરહું ગુનાના આરોપી અભિષેક ભંવરલાલ ગોયલ (દરજી) ઉ.વ.૨૨, ધંધો-અભ્યાસ, રહે.દરજીવાસ, મુ.તા.શેરગઢ જી.જોધપુર (રાજસ્થાન) વાળાને સાયબર ક્રાઇમ ટીમ દ્વારા જોધપુર (રાજસ્થાન) ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.
સાયબર સંદેશ – હાલના સમયે સાયબર ગઠિયાઓ સોશિયલ મિડીયા દ્વારા OTP ઉપરાંત APK એક્સ્ટેશનવાળી ફાઇલ મોકલી, આધારકાર્ડના દુરૂપયોગ દ્વારા ડીજીટલ એરેસ્ટ, અજાણી લીંક, ટેલીગ્રામ ટાસ્ક, વિદેશથી પાર્સલ તથા શેરમાર્કેટમાં રોકાણ કરવાથી સારૂ પ્રોફીટ મળવાની લોભામણી સ્કીમ બતાવીને આમજનતાને ભોળવીને વિવિધ પ્રકારે સાયબર ફ્રોડ આચરી રહેલ છે. જો કોઇની સાથે સાયબર ક્રાઇમ લગત ફાઇનાન્શિયલ ફ્રોડ કે સોશિયલ મિડીયા ફ્રોડ થાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં.1930 ઉપર કોલ કરીને કમ્પ્લેન નોંધાવવા અપીલ કરવામાં આવે છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી-
PI શ્રી વી.એમ.ચૌધરી
PWSI વી.બી.મકવાણા
ASI હબીબભાઇ જીવાભાઇ સુણેસરા
ટે.ઓ. જીજ્ઞેશકુમાર એ.બારોટ
HC શૈલેષકુમાર શંકરભાઇ લુવા
PC મહેશકુમાર ધુળાભાઇ પરમાર
PC રાજુભાઇ ખીમાભાઇ ચૌહાણ
PC ગણેશભાઇ રૂપાભાઇ ચૌધરી
WPC શિલ્પાબેન જયંતીભાઇ રાણા
WPC હેતલબેન દેવાભાઇ મુડેઠીયા

Back to top button
error: Content is protected !!