
નર્મદા : સરકારી કર્મચારીને મારવાના કેસમાં નીચલી કોર્ટનો ચુકાદો સેશન્સ કોર્ટ માન્ય રાખ્યો
ચોપડવાવ સરપંચે વીજબિલ બાબતે વીજ કંપનીનાં કર્મચારીને માર માર્યો હતો
રાજપીપલા : જુનેદ ખત્રી
પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારાના ચોપડાવાવ ગામના સરપંચ અશોક નારણ વલવી સાગબારાના વીજ કચેરી એ વીજ કર્મચારી વીજ કનેકશનની અરજી આપતા અગાઉના બાકી વીજ બિલના નાણા ભરપાઈ કરવાનું કહેતા બોલાચાલી થઈ અને વીજ કર્મી ને માથાના ભાગે મોબાઈલ મારી ગંભીર ઈજા કરેલી જે મામલે સરપંચ વિરૂધ્ધ સાગબારા પોલીસ સ્ટેશન માં નોંધાયેલા ગુના માં સાગબારાના વિ.જયુડીશીયલ મેજીસ્ટેટ, ફર્સ્ટ કલાસ સમક્ષ ટાયલ ચાલી જતા વિ. ટાયલ કોર્ટે 20 ફેબ્રુઆરી 2020 નાં રોજ ચૂકાદો આપીને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા 1000 રૂપિયા દંડ અને જો દંડની રકમ ના ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.
નામદાર કોર્ટના આં હુકમથી નારાજ થઈ આરોપીએ પોતાના વકીલ મારફત અપીલમાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવા અને અપીલમાં માંગ્યા મુજબ દાદ મંજૂર કરવા અરજ કરી હતી
આ અપીલ નર્મદા જિલ્લા ના સેસન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ આર ટી પંચાલ સાહેબ ની કોર્ટમાં દાખલ થયેલ જેમાં સરકારપક્ષે સરકારી વકીલ જે.જે. ગોહીલ હાજર થયેલા વિ. ટાયલ કોર્ટનું રેકર્ડ અને પ્રોસીડીંગ્સ મંગાવવામાં આવેલ. સરકારી કચેરીનાં કર્મચારીઓને આવી ગાળા ગાળી કરે માર મારી જાય જે ચલાવી લેવાય નહિ. અને લોકોમાં એક દાખલો બેસે એવી સરકારી વકીલની દલીલો ને ધ્યાનમાં રાખી નર્મદા જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજ આર ટી પંચાલ સાહેબ એ પણ આરોપી સરપંચ ની સજા યથાવત રાખી 1 વર્ષની રાખી અને 1000 રૂપિયા દંડ ફટકારતો હુકમ યથાવત રાખ્યો હતો.


