GUJARATKUTCHMANDAVI

માંડવી તાલુકાના બાયઠ ગામે પરણીતાના ઘરમાં ઘુસીને દુષ્કર્મ: બે આરોપી રાઉન્ડઅપ

44 વર્ષની પરણીતાના ઘરમાં ઘુસીને બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૬ નવેમ્બર : માંડવી તાલુકાના બાયઠ ગામે ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં 44 વર્ષની પરણીતાના ઘરમાં ઘુસીને બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ થયા છે. આ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.ઘટના વિગત: પોલીસના જણાવ્યા મુજબ, આ બનાવ 5 નવેમ્બર, બપોરે લગભગ ત્રણ વાગ્યે બનેલ હતો. આરોપીઓમાં બાયઠ ગામનો ભાવેશ માતંગ અને અબડાસા તાલુકાના ડુમરા ગામનો હુશેન સુમરા સામેલ છે. આ બંને શખ્સોએ પરણીતાના ઘરમાં ઘુસી તેના ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું, તેવો આક્ષેપ છે. ફરિયાદ મોડે નોંધાઈ: ઘટનાના લગભગ 20 દિવસ બાદ, 25 દિવસ પછી ગઢશીશા પોલીસ મથકે મહિલાએ ફરિયાદ નોંધાવી.પોલીસની કાર્યવાહીમાં ગઢશીશા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા બંને આરોપીઓને રાઉન્ડઅપ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.આગળની તપાસ: મહિલાની ફરિયાદને આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરીને પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે, અને આ કેસ પર સૌની નજર છે.

Back to top button
error: Content is protected !!