GUJARATIDARSABARKANTHA

રોલ ઓબ્ઝર્વરશ્રી રાજેન્દ્ર કુમારે રાજકીય પક્ષો અને મતદાર નોંધણી અધિકારીઓ સાથે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અંગે કલેકટર કચેરી હિંમતનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ

રોલ ઓબ્ઝર્વરશ્રી રાજેન્દ્ર કુમારે રાજકીય પક્ષો અને મતદાર નોંધણી અધિકારીઓ સાથે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અંગે કલેકટર કચેરી હિંમતનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ
***
ચૂંટણીલક્ષી કામગીરી અંગે રાજકીય પક્ષોએ ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવેલી કામગીરી ની સરાહના કરી પૂરેપૂરો સહકાર આપવાની ખાત્રી આપી
****
ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા. ૧-૧-૨૦૨૫ ની લાયકાતની તારીખના સંદર્ભે ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ૨૦૨૪ ના સંદર્ભે તારીખ ૨૯-૧૦-૨૦૨૪ થી તા. ૨૮-૧૧-૨૦૨૪ સુધી વિગતવાર કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. જે સંદર્ભે સાબરકાંઠા વિભાગમાં આવેલ સાબરકાંઠા જિલ્લાના રોલ ઓબ્ઝર્વરશ્રી અને ખાણ-ખનિજ -પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર દ્વારા જિલ્લાના મતદાર નોંધણી અધિકારી 27 હિંમતનગર, 28 ઇડર, 29 ખેડબ્રહ્મા, ૩૩ પ્રાંતિજ તથા મદદનીશ નોંધણી અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી હતી.
જિલ્લા કલેકટર શ્રી ડૉ. રતનકંવર ગઢવીચારણ દ્વારા સૌનું સ્વાગત કરી પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લામાં થઈ રહેલ કામગીરી અને સીદ્ધીઓ અંગે આંકડાકીય વિગતો આપી વિસ્તૃત સમજ આપી હતી અને ઓબ્ઝર્વરશ્રી દ્વારા થઈ રહેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. રાજકિય પક્ષોના પ્રતિનિધિઓએ આ બેઠકમાં ઉપસ્થિત રહીને જરૂરી સુચનો કર્યા હતા અને થયેલી કામગીરીને બિરદાવી હતી.
આ બેઠકમાં નાયબ કલેક્ટરશ્રી ચુંટણી જાગૃતિ ચૌધરી, પ્રાંત અધિકારીશ્રી અંકિત પટેલ, ઇડર પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રીઓ અને ચુંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!