PRANTIJSABARKANTHA

પ્રાંતિજના સાપડ ખાતે ભૂલકા મેળો યોજાયો

અહેવાલ:- પ્રતિક ભોઈ (પ્રાંતિજ)

પ્રાંતિજના સાપડ ખાતે ભૂલકા મેળો યોજાયો

સાબરકાંઠા જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ શાખા દ્વારા પ્રાંતિજના સાંપડ ખાતે ઇ.ચા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાટીદારની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો ભૂલકા મેળો યોજાયો.

આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ હેતુથી આંગણવાડીમાં અપાતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે વાલીઓમાં જાગૃતિ આવે, બાળકોની સર્જનાત્મકતા વિકસે, આંગણવાડી કાર્યકર પોતે શૈક્ષણિક સામગ્રી બનાવતા શીખે તેમજ પ્રિસ્કુલ ઈન્સટ્રકટર શિક્ષણમાં નવા પ્રયોગો બાળકો કરી બાળકોને શીખવાની જુદી જુદી પદ્ધતિ રજુ કરે તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં આઈ.સી.ડી.એસ., સાબરકાંઠા ,મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્ધારા પ્રાંતિજ ઘટકના મહાકાળી માતાજીના મંદિર,સાંપડ ખાતે જિલ્લાકક્ષાના ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના અંતે વિજેતા ભૂલકાઓને ઈનામ વિતરણ તથા ભાગ લેનાર તમામને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએથી સ્ટેટ ઈસીઈ કન્સલ્ટન્ટ, સ્ટેટ પી.એસ.ઈ. ઈન્સટ્રક્ટર, ચેરમેનશ્રી મહિલા અને બાળ વિકાસ સમિતિ, ચેરમેનશ્રી બાંધકામ, આરોગ્ય સમિતિ તથા ડાયેટ, ઈડરમાંથી સિનિયર લેક્ચરર તથા આઈ.સી.ડી.એસ. સાબરકાંઠાનો તમામ સ્ટાફ, આંગણવાડીના બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Back to top button
error: Content is protected !!