BHARUCHNETRANG

નૂતન ગ્રામ વિદ્યાપીઠ – થવાની રુદ્રા વસાવા “Save Environment Save Future” વિષય પર “વિશ્વવિદ્યાલય કક્ષાની ઓનલાઈન વકૃત્વ સ્પર્ધામાં વિજેતા. 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૮/૧૧/૨૦૨૪

 

નેત્રંગ : “3rd National Environment youth Parliament:2025 અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત “વિશ્વવિદ્યાલય કક્ષાની ઓનલાઇન વકૃત્વ સ્પર્ધા” માં ગ્રામ નિર્માણ કેળવણી મંડળ સંચાલિત નૂતન ગ્રામ વિદ્યાપીઠ -થવા ની રુદ્રા વસાવા વિજેતા થઈ જે હવે “3rd National Environment youth Parliament:2025 માં જયપુર – રાજસ્થાન ખાતે પોતાના વિચારો રજૂ કરવા જશે.સંસ્થાના મંત્રી માનસિંહ માંગરોલા, પ્રમુખ યોગેશભાઈ જોશી, કોલેજના આચાર્ય ડૉ. દિનેશભાઇ ચૌધરી, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માંગરોલાએ અભિનંદન આપ્યા. તેમજ જયપુર -રાજસ્થાન ખાતે ઉત્કૃષ્ટ દેખાવ માટે શુભેચ્છાઓ આપી. પ્રોગ્રામ ઓફિસર ડૉ.અજયભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ વક્તવ્ય તૈયાર કરવામાં આવ્યું હતું. તેમજ ઓનલાઈન વ્યવસ્થા પ્રા. યતીનભાઈ ગામીત દ્વારા ગોઠવવામાં આવી હતી. પ્રોગ્રામ ઓફિસર ડો. અજયભાઇ પટેલ તેમજ તમામ કર્મચારીગણ તથા સ્વયં સેવકો એ અભિનંદન અને શુભેચ્છાઓ આપી.

Back to top button
error: Content is protected !!