GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના ઝેરના મુવાડા ગામે નજીવી બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સામસામી ફરીયાદ

 

તારીખ ૦૧/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ઝેરના મુવાડા ગામે મંદીર વાળા ફળિયામાં રહેતા રણજીતસિહ ઉદેસિંહ ચાવડા ની ફરીયાદ મુજબ તેઓના ઘર આગળ થી ઝેરના મુવાડા ગામમાં અવર જવરનો ડામર રોડ હોવાથી તેમના ગામના કેતનભાઈ ઊર્ફે બંટી રાજેન્દ્રસિંહ રાઠોડ પોતાનુ ટ્રેકટર લઈ તેઓના ઘરના આંગણે થી પસાર થતા હતા ત્યારે તેઓની ઘર આગળ મુકેલી ઈકો કાર ને ઘસડીને નુકશાન કરી જતા રહ્યા હતા અને ફરીથી પણ ઈકો કાર ને ઘઅડીને જતા ઈકો કાર ને ધસડી કેમ જાય છે તેમ પુછતા પણ ગાળો બોલી નજીકમાં પડેલી કુહાડી લઈ આવી આજે તને મારી નાખવો છે તેમ કહી ઝગડો કરી રસ્તા ઉપર મળીશ તો ટ્રેકટર ચડાવી દઈ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા ફરિયાદીએ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.બીજા દિવસે કેતનકુમાર રાજેન્દ્રસિંહ રાઠોડે આપેલ સામી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ખેતરમાંથી ટ્રેક્ટર લઈને ઘેર જતા હતા ત્યારે રણજીતસિંહ ઉદયસિંહ ચાવડા નગર પાસે ડાબી બાજુ ઈકો ગાડી મુકેલ હતી અને બાજુમાં કુતરુ સૂઈ રહ્યું હતું જેથી રોડની સાઈડ ટ્રેક્ટર દબાવવા છતાં ઇકો કાઢીને ઘસાઈ ગયું હતું જે બાદ તેઓ પુનઃ ટ્રેક્ટર લઈને ખેતરમાં જતા હતા ત્યારે રણજીતસિંહ ચાવડા તેના ઘર આગળ તલવાર લઈને ઊભો હતો અને તેઓના પત્ની કલ્પનાબેન તથા બાજુમાં રહેતા મનોજભાઈ અને આશાબેન લાકડીઓ લઈને ઊભા હતા તેઓ ગાળો બોલતા હતા અને ઈકો ગાડીને નુકસાન કર્યું છે અમારી ગાડી રોડ ઉપર ઉભી રહેશે તમારે જવું હોય તો બીજો રોડ બનાવી દો કેમ કંઈ ગાળો બોલતા મારવા દોડી આવેલ અને હવે પછી ટ્રેક્ટર લઈને એકલો અહીંથી નીકળીશ તો ટ્રેક્ટર સળગાવી દઈશું અને તેને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હોવાની વિગતો એ સામે ફરિયાદ નોંધાવી છે.

Back to top button
error: Content is protected !!