
વિજાપુર શહેર નગરપાલિકા ચૂંટણી ને લઇને લાટી બજાર ખાતે કોંગ્રેસ ની બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેર માં નગરપાલિકાની આવી રહેલી ચૂંટણી ના આયોજન ના ભાગ રૂપે લાટી બજાર ખાતે કોંગ્રેસ ના આગેવાની ની બેઠક યોજાઇ હતી. જેમાં પાલીકા ના સાત વોર્ડ અને અઠ્ઠાવીસ ઉમેદવારો ની પસંદગી માટે જીલ્લા ના પાલીકા ના પ્રભારી ના અધ્યક્ષ સ્થાને ચર્ચા વિચારણા કરવા મા આવી હતી. આગામી પાલીકા ચૂંટાયેલ સદસ્ય અને નવા ઉભા રહેવા માંગતા ઉમેદવારો ને નામ નોધણી કરવા માટે તંજીલ સૈયદ તેમજ પ્રમુખ પ્રતિક બારોટ ને પોતાના નામની નોંધણી કરવા સર્વે કાર્યકરો ને અપીલ કરી હતી.આ પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રદેશ મહામંત્રી તલત મેહમુદ સૈયદ જીલ્લા પાલીકા પ્રભારી નાઝીમ ચૌહાણ અને જીલ્લા કોંગ્રેસ ના પ્રમુખ હસમુખ ભાઈ ચૌધરી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી નાજીમ ચૌહાણે જણાવ્યું હતું કે પાલીકા મા ચૂંટણી ની તારીખ હવે નજીક ના સમય મા આવી રહી છે. પાલીકા મા ગત વખતે ભાજપ ના શાસન મા સાત વોર્ડ મા થયેલા કામો મા વહાલા દવલાની ની નીતિના કારણે કામો પૂર્ણ થયા નથી જેનો કોંગ્રેસ લાભ લઈને આ વખતે પાલીકા મા કોંગ્રેસ સત્તા ઉપર આવે તે રીતે આયોજન કરવા મા આવશે અને પાલીકા મા કોંગ્રેસ સત્તા આરૂઢ થશે તે નક્કી છે.



