
વિજાપુરના ગવાડા બસ સ્ટેન્ડ નજીક અકસ્માતની ઘટના
રોડની સાઈડમાં જઈ રહેલાં બે વૃદ્ધાઓને કારચાલકે ફૂટબોલની જેમ ફંગોળતાં મોત
મૃતક બંને વૃદ્ધાઓ અન્ય મહિલાઓ સાથે મજૂરીકામ જતાં હતાં
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગવાડા – ગામના બસ સ્ટેન્ડ નજીક મજૂરીકામે જઈ રહેલી બે વૃદ્ધાઓને કારચાલકે ટક્કર મારતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. હિટ એન્ડ રનની ઘટનાને પગલે લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ – કારચાલક અકસ્માત કરીને નાસી છૂટ્યો હતો.
મનુજી ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કારચાલક નાસી છૂટ્યો હતો. પોતાની માતાને અકસ્માત થયો હોવાની જાણને પગલે મનુજી ઘટના સ્થળે પહોંચતાં તેમની માતા ધુળીબેન અને પૂરીબેન બંને જણા રોડની સાઈડમાં પડ્યાં હતાં. આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સની મેડિક્લ ટીમે બંને મહિલાઓને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મનુજી ઠાકોરે અજાણી કારના ચાલક સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ગવાડા ગામનાં બાબાજી ઠાકોરની માતા ધુળીબેન અને તેમના પડોશી ઠાકોર પુરીબેન જીવાજી અન્ય મહિલાઓની સાથે 23 ઓક્ટોબરના રોજ બપોર પછી મજૂરીકામે નીકળ્યાં હતાં. ત્યારે અન્ય મહિલાઓ આગળ ચાલી રહી હતી, જ્યારે ધુળીબેન અને પુરીબેન વૃદ્ધ હોવાથી ધીમે ધીમે રોડની સાઈડમાં ચાલતાં હતાં. તે સમયે પાછળથી આવી રહેલી કારના ચાલકે તેમને ટક્કર મારીને ફૂટબોલની જેમ ફંગોળતાં બંને જણાં રોડ પર પડ્યા હતા. જેમાં બંનેને માથા સહિતના ભાગોએ ઇજા થવા પામી હતી. પોલીસે અકસ્માત નો ગુનો નોધી અકસ્માત કરી નાસી જનાર વાહન ચાલક ને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.




