MEHSANAVIJAPUR

લાડોલ પોલીસે વાહનચોરીનો ભેદ ઉકેલ્યો : ચોરી થયેલું CD-110 બાઈક કબજે, યુવક ઝડપાયો

લાડોલ પોલીસે વાહનચોરીનો ભેદ ઉકેલ્યો : ચોરી થયેલું CD-110 બાઈક કબજે, યુવક ઝડપાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના લાડોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે ચોરી થયેલું હોન્ડા CD-110 મોટરસાયકલ કબજે કરી એક યુવકની અટકાયત કરી છે. પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂ. 15 હજાર કિંમતનું વર્ષ 2015 મોડલનું કાળા રંગનું મોટરસાયકલ જપ્ત કર્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જુના કમાલપુર ગામના વિજયજી ઉર્ફે દોઢીયો લાલાજી કાનાજી ઠાકોર (ઉં.વ. 20)ને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી ચોરી થયેલું હોન્ડા કંપનીનું CD-110 બાઈક મળી આવ્યું હતું. આ મામલે અગાઉ ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયો હતો અને તેની તપાસ દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે.
જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી તથા વિભાગીય પોલીસ અધિકારી ડી.એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. ડામોરની ટીમે તપાસ હાથ ધરી હતી. કામગીરી દરમિયાન એએસઆઈ આશાબેન જયંતિભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ઇશ્વરજી અમૃતજી અને રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સહિતના પોલીસ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!