MEHSANAVIJAPUR

વડાસણ-સયાજીનગર રોડનું રૂ.90 લાખના ખર્ચે ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ માર્ગનું નિર્માણ શરૂ

વડાસણ-સયાજીનગર રોડનું રૂ.90 લાખના ખર્ચે ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ માર્ગનું નિર્માણ શરૂ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના વડાસણ ગામથી સયાજીનગર તરફ જતા મુખ્ય માર્ગના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ.90 લાખની ગ્રાન્ટમાંથી આ રોડનું નિર્માણ કરવામાં આવનાર છે. રોડનું કામ શરૂ થતાં સ્થાનિક ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
ખાતમુહૂર્ત પ્રસંગે સમારંભના અધ્યક્ષસ્થાને વિજાપુરના ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વિજાપુર તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય રેખાબા કનકસિંહ વિહોલ, એ.પી.એમ.સી. વિજાપુરના પૂર્વ વાઇસ ચેરમેન કનુભાઈ ચૌધરી, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ ચૌધરી તથા તાલુકા પંચાયત સદસ્ય સરોજબેન અમરતભાઈ ચૌધરી સહિતના આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
વડાસણથી સયાજીનગર વચ્ચેનો આ માર્ગ લાંબા સમયથી સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનો માટે મહત્વનો માર્ગ રહ્યો છે. રૂ.90 લાખના ખર્ચે રોડનું નિર્માણ પૂર્ણ થયા બાદ બંને ગામો વચ્ચેની અવરજવર વધુ સરળ બનવાની સાથે વાહનચાલકોને પણ રાહત ઉભી થનાર છે.

Back to top button
error: Content is protected !!