
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
“રક્તની અછતને પહોંચી વળવા સામાજિક સંસ્થાઓ શાળા ,કોલેજો તથા યુવાનોને વધુને વધુ યોગદાન આપવા પ્રેરિત કરવું પડશે”- શ્રી કેરશી દેબુ
નવસારી રેડ ક્રોસ નાં ચેરમેન તુષારકાંત દેસાઈએ સંસ્થાના વાર્ષિક હિસાબો સભા સમક્ષ રજૂ કર્યા હતા અને આવક જાવકના તમામ પાસાની વિગતવાર ચર્ચા કરી હતી તથા રેડક્રોસ મેમ્બર્સ અને નગરજનોને વધુને વધુ ઉદાર હાથે આર્થિક સૌજન્ય માટે અપીલ કરી હતી.
જિલ્લાની શાખાની વાર્ષિક સામાન્ય સભામાં ઉપપ્રમુખ અને નેશનલ માઇનોરીટી કમિશનના ઉપાધ્યક્ષ શ્રી કેરશી દેબુ ઉચ્ચાર્યા હતા,વધુમાં તેમણે કહ્યું હતું કે હાલના રક્તદાનથી ૨૫ ટકા જેટલું વધુ રક્તદાન પ્રવૃત્તિમાં વધારાની જરૂર છે તો જ દર્દીઓની રક્ત ની જરૂરિયાતને પહોંચી વળીશું. આ પ્રસંગે માનદ મંત્રી ડો.ધર્મેશ કાપડિયા સંસ્થાની પ્રવૃત્તિનો અહેવાલ રજૂ કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને લગભગ રૂપિયા 75 લાખથી પણ વધુના રક્ત યુનિટ વિનામૂલ્ય અને રાહત દરે અપાયા છે જે માનવતાની ખૂબ જ મોટી સેવા છે આ ઉપરાંત જે.આર.સી માં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ રાજ્યના પ્રથમ ક્રમનો એવોર્ડ પણ રાજ્યપાલ ભવન ખાતે મળેલ છે તેની માહિતી આપી હતી તથા નવસારી માટે ગૌરવ લઈ શકાય એવી બાબત NABH પ્રમાણપત્ર આપણી નવસારી રેડ ક્રોસ શાખાને વર્ષ ૨૦૨૭ સુધી રીન્યુ થઈ ગયું છે એની જાહેરાત પણ કરી હતી. બ્લડ ઓન કોલ અને જીવન રક્ષક દાતા પ્રકલ્પ નો પણ અહેવાલ આપ્યો હતો.
ગુજરાત રાજ્ય શાખા વતી નિરીક્ષક તરીકે ઉપસ્થિત શ્રી મુકેશ જગીવાલાએ કહ્યું હતું કે નવસારી જિલ્લા શાખા સમગ્ર ગુજરાત માટે આદર્શરૂપ શાખા છે. નવસારી રેડ ક્રોસ ખૂબ જ ઉમદા કામગીરી કરે છે તથા તેમણે સ્ટેટ બ્રાન્ચ તરફથી આર્થિક ગ્રાન્ટ અને રેડ ક્રોસ નવસારીને ફળવાયેલ જમીન ત્વરીત મળે તે માટે સ્ટેટ બ્રાંચ તરફથી ઘટતું કરવાની ખાતરી પણ આપી હતી. આ પ્રસંગે પૂર્વ ચેરમેન ડો. અતુલ દેસાઈ ,પૂર્વ મંત્રી પ્ર. જશુભાઈ નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સભામાંથી ડો.અજીત સોનીએ આર્થિક દાન બાબતે, ડો. અશ્વિન શાહ એ જે..આર.સી ,વાય. આર .સી .ની પ્રવૃત્તિ બાબતે તથા શેખરભાઈ પરીખ ,રાજુભાઈ ગુપ્તા ,ડો. આહિરે કર્યું હતું તેમ રેડક્રોસ નવસારી શાખાની અખબારી યાદીમાં જણાવેલ છે.





