HALVAD- હળવદના સુસવાવ ગામની સીમમાંથી જુગારઘામ ઝડપાયું :૭.૦૯ લાખની રોકડ જપ્ત
HALVAD- હળવદના સુસવાવ ગામની સીમમાંથી જુગારઘામ ઝડપાયું :૭.૦૯ લાખની રોકડ જપ્ત
હળવદ પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી જુગારીઓ પર રીતસરની લાલ આંખ કરવામાં આવી હોય તેવી રીતે અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે આજે પાકી બાતમીના આધારે હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં વાડીમાં જુગાર રમતા સાત આરોપીઓ તેમજ રોકડ રકમ 7.09.130 સહિત કબજે કરી છે જ્યારે વાડી માલિક અરવિંદ ભાઈ ભગવાનજીભાઈ ભાઈ પટેલ ફરાર દશૅવામાં આવ્યા છે હાલ પોલીસે આઠય આરોપી સામે જુગારધારા ની અલગ અલગ કલમ હેઠલ ગુનો નોંધી તપાસ હાથ ધરી
આરોપીઓના નામ(1)સુરેશ જેન્તીભાઈ પટેલ મોરબી (2)હસમુખભાઈ વલમજીભાઇ પટેલ હળવદ (3)જગમાલભાઈ રેવાભાઇ ભરવાડ મોરબી (4)અશ્વિનભાઈ રામજીભાઈ મોરડીયા મોરબી (5)જગદીશભાઈ ફુલજીભાઈ પટેલ મોરબી
(6)સતિષભાઈ ધનજીભાઈ પટેલ મોરબી
(7)મહેશભાઈ રણછોડભાઈ પટેલ હળવદ
આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પો.સ્ટે, તથા પો.હેડ.કોન્સ. દિનેશભાઇ હનાભાઇ બાવળીયા, વિપુલભાઇ સુરેશભાઈ ભદ્રાડીયા તથા પો.કોન્સ દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા તથા રણજીતસિંહ અરજણભાઇ રાઠોડ તથા મનોજભાઈ ગોપાલભાઇ પટેલ વિગેરે સ્ટાફના માણસો ઉપરોક્ત કામગીરીમાં રોકાયેલ હતા.