GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર સિટી પોલીસ દ્વારા પ્રોહી કોમ્બિંગ ડ્રાઇવનું આયોજન
WANKANER:વાંકાનેર સિટી પોલીસ દ્વારા પ્રોહી કોમ્બિંગ ડ્રાઇવનું આયોજન
વાંકાનેર સિટી પોલીસ દ્વારા પ્રોહીબિશનના કેશો શોધી કાઢવા પ્રોહી કોમ્બિંગ ડ્રાઇવનું આયોજન કરી 4 ટીમ બનાવી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી કેશો શોધી કાઢવા સૂચના આપેલી હતી. જે અનુસંધાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો દ્વારા પ્રોહી અંગેના 8 કેસો શોધી કાઢી દેશી દારૂ 90 લીટર કિ. રૂ. 18,000ના મુદ્દામાલ સાથે આરોપી કલ્પેશ ઉર્ફે સીતારામ નરભેરામ નિમાવત, કરણભાઈ સનમુગમ નાયકાર, નિતેશભાઈ બટુકભાઈ વિરસોડિયા, યાસમીનબેન ઉર્ફે જાડી રાહીમભાઈ અદમાણી, મરિયમ ઉર્ફે મમૂબેન હબીબભાઈ વિકિયાણી, જેતુનબેન વા/ઓ રાયધનભાઈ મોવર, લાભુબેન વા/ઓ બાલાભાઈ ડાભી અને સુરેશભાઈ કાળુભાઇ વિજવાડિયા વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.