BANASKANTHAGUJARATPALANPUR
શક્તિપીઠ અંબાજી માં કેનરા બેંક નો સુભ્રંભ કરાયો
4 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
મહતમ લોકો હવે ખાનગી ક્રેડિટ સોસાયટી ને મંડળીઓ ઉપર વિશ્વાસ ઓછો થતા રાષ્ટ્રીયકૃત બેંકો તરફ વળ્યા છે ત્યારે દેના બેંક ને બેંક ઓફ બરોડા બેંક મા પણ મર્જ કરી દેવાઈ છે ત્યારે યાત્રાધામ અંબાજી માં સ્ટેટ બેન્ક,બેંક ઓફ બરોડા, hdfc બેંકો કાર્યરત છે ત્યારે હવે કેનરા બેંક નો પણ ઉમેરો થયો છે ને અંબાજી માં કેનરા બેંક ની નવીન શાખા ને ગાંધીનગર ક્ષેત્રીય કાર્યાલય ના સહાયક મહા પ્રબંધક વિનોદ જોશી એ રીબીન કાપીને પ્રારંભ કરાયો છે અંબાજી ખાતે આ બેંક વન વિભાગ ની કચેરી સામે રોયલ રેસિડેન્સી માં શરૂ કરવામાં આવી છે ને શાસ્ત્રોક વિધિ પ્રમાણે પૂજા વિધિ કરી કેનરા બેંક અંબાજી શાખા નો પ્રારંભ કરવામાં આવ્યો છે