લાખણી ખાતે બલોધણા (રાઠોડ) પરિવાર ની કુળદેવી માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ

નારણ ગોહિલ લાખણી
શ્રી નાગણેશ્વરી હિંગળાજ મેલડી માતા ગોગા મહારાજ એવમ હનુમાનદાદા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકા મથકના ઉગમણા વાસ વિસ્તારમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી લાખણી એ વાવ-થરાદ જિલ્લાનું એક મહત્વનું સ્થળ છે, જ્યાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાય છે. લાખણી માં બલોધણા (રાઠોડ) પરિવાર ના આંગણે યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં યજ્ઞમાં મંત્રોચ્ચાર મોહનભાઈ શાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યા હતા આ પ્રસંગમાં સ્થાનિક લોકો અને ધાર્મિક આગેવાનો અને મહેમાનો હાજર રહી કાર્યક્રમને શોભાવ્યો હતો આયોજકો દ્વારા પધારેલા સૌ મહેમાનોનું ફૂલહાર સાલ થી સન્માન કર્યું હતું, શ્રીનાગણેશ્વરી, હિંગળાજ, મેલડી માતા, ગોગા મહારાજ એવમ હનુમાનદાદા ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, આ મહોત્સવમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આવા મહોત્સવો સામાન્ય રીતે ધાર્મિક સ્થળોએ યોજાય છે, જ્યાં ભક્તો મૂર્તિઓની પૂજા-અર્ચના કરે છે અને આશીર્વાદ મેળવે છે. મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા લાખણી ખાતે કરાઇ હતી.





