RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના પાંચ ડેમ ૭૦ ટકાથી વધુ ભરાતા એલર્ટ જારી

તા.૩/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લામાં એસ.ટી. બસ સેવાના તમામ રૂટ યથાવત

Rajkot: ભારે વરસાદને કારણે પાણીની સતત આવકને પગલે સૌરાષ્ટ્રના વિવિધ ડેમોમાં જળસપાટી વધી રહી છે. જેના પગલે વિવિધ ડેમો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વેણુ-૨ ડેમ ૭૮.૪૮ ટકા, સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનો વંસલ ડેમ ૭૭.૦૮ ટકા, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનો રંઘોળા ડેમ ૭૫.૬ ટકા, પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાનો સારણ ડેમ ૭૩.૩૭ ટકા, જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનો બાટવા-ખારો ડેમ ૭૦.૯૬ ટકા ભરાયો છે. જેના પગલે આ ડેમના કેચમેન્ટ એરિયામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે

વરસાદના પગલે રાજકોટ જિલ્લામાં રાજ્ય માર્ગ મકાન વિભાગ હસ્તકના બે હાઈવે ૩ જુલાઈએ સવારે ૯ વાગ્યાની સ્થિતિએ બંધ રહ્યા હતા.

ભારે વરસાદ છતાં રાજકોટ જિલ્લામાં એસ.ટી.નો વાહનવ્યવહાર રાબેતા મુજબ જ શરૂ છે. જિલ્લામાં કુલ ૩૮૨ રૂટ પર ૧૦૭૧ ટ્રીપ રાબેતા મુજબ સંચાલિત થઈ છે. રાજકોટ જિલ્લાને સંલગ્ન મોરબી જિલ્લાના ૧૭૬ રૂટ પર ૫૭૩ ટ્રીપ અને સુરેન્દ્રનગર જિલ્લાના ૩૬૯ રૂટ પર ૯૩૮ ટ્રીપ સંચાલિત થઈ છે.

Back to top button
error: Content is protected !!