RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર અરજી કરી શકાશે

તા.૩/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

માન્ય પાંજરાપોળે પ્રથમ તબક્કાની સહાય માટે ૧૫ જુલાઈ સુધીમાં અરજી કરવાની રહેશે

Rajkot: ગુજરાત રાજ્યના પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ માન્ય પાંજરાપોળ ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ અન્વયે વર્ષ ૨૦૨૬-‘૨૭ અંતર્ગત એપ્રિલથી જૂનના પ્રથમ તબક્કાની સહાય માટે ૧૫ જુલાઈ સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર અરજી કરી શકશે.

નોંધનીય છે કે, જે તબક્કા માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર અરજી ન કરેલી હોય તે તબક્કાની સહાય લાભાર્થી સંસ્થાને મળવાપાત્ર રહેશે નહીં. લાભાર્થીએ લોગ-ઇન કરીને, વિગત ભર્યા બાદ અરજીને સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ અરજીની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. પોર્ટલ પર અરજી ડ્રાફ્ટ/પેન્ડિંગ રાખવી નહીં અન્યથા આવી ડ્રાફ્ટ/પેન્ડિંગ અરજીની પ્રિન્ટ નહીં કરી શકાય તેમજ આવી અધૂરી અરજી માન્ય પણ ગણાશે નહીં. તેમજ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી સાધનિક કાગળોનું બિડાણ કરીને અરજી કર્યાના ૨૧ દિવસમાં નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયતની કચેરી – સાતમો માળ, હોસ્પિટલ ચોક, રાજકોટ ખાતે અરજી રજૂ કરવાની રહેશે. નિયત સમયમર્યાદા દરમિયાન રજૂ ન કરેલી અરજી રદ કરવા પાત્ર રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ જે સંસ્થાની નોંધણી તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી થયેલી હોય અને આ નોંધણીનું પ્રમાણપત્ર મેળવેલું હોય, તેવી ગૌશાળા-પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાય માટે ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ અમલી છે. તેના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે, તેમ પશુપાલન શાખાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!