
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
૦ થી પ વર્ષના બાળકોને નજીકના બુથ ખાતે પોલીયોનાર ટીપા અવશ્ય પીવડાવવા વાલીઓને અપીલ.
માંડવી ,તા-૦૪ ડિસેમ્બર : તા.૮ ડીસેમ્બર ૨૦૨૪ રવિવારના યોજાનાર પોલીયો રવિવાર સઘન પલ્સ પોલીયો કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના કુલ ૪૬૫૯૬૯ ઘરોના ૦ થી ૫ વર્ષના અંદાજિત ૩૨૦૯૬૨ બાળકોને આવરી લેવામાં આવશે. જે માટે જિલ્લા આરોગ્ય શાખા તરફથી પોલીયોના ૧૩૫૪ બુથોનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં જિલ્લા બહારથી આવતાં પ્રવાસી બાળકો માટે પણ હાઈવે, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન ખાતે પણ ૬૧ ટ્રાન્ઝિટ પોલીયો બુથો તેમજ ૨૭૦૮ ટીમ આ સાથે ૧૭૬ મોબાઈલ ટીમ રાખવામાં આવી છે. સોમવારે અને મંગળવારે ઘર-ઘર રસીકરણની કામગીરી તાલુકાની આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવશે.આ કામગીરીમાં આરોગ્ય શાખા, આઈ.સી.ડી.એસ. શાખા તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહયોગ આપવામાં આવનારો છે. તા.૩૦/૧૧/૨૦૨૪ના રોજ જિલ્લાકક્ષાએ સઘન પલ્સ પોલીયો અંતર્ગત વકર્શોપ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો દરેક તાલુકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પલ્સ પોલીયોનો તાલીમ તેમજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીયોની કામગીરી સંભાળતા કાર્યકરોને તાલીમ આપવા બાબતનું માર્ગદર્શન આપવામાં આવેલું છે. સઘન પલ્સ પોલીયો કાર્યક્રમની ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરવા માટે ૦ થી પ વર્ષના બાળકોને નજીકના પોલીયો બુથ પર અવશ્ય પોલીયોના ર ટીપા પીવડાવવા લઈ જવા વાલીઓને અપીલ કરવામાં આવે છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કચ્છની અખબારીયાદીમાં જણાવાયું છે.




