SABARKANTHA

જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડ્રીપ પાઇપ ચોરીના બંડલો નંગ-૧૦ સાથે એક ઇસમને પકડી હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.નો ડ્રીપ પાઇપ ચોરીનો ગુનો ડીટેક્ટ કરતી સાબરકાંઠા એસ.ઓ.જી.

અહેવાલ:- પ્રતિક ભોઈ

જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડ્રીપ પાઇપ ચોરીના બંડલો નંગ-૧૦ સાથે એક ઇસમને પકડી હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.નો ડ્રીપ પાઇપ ચોરીનો ગુનો ડીટેક્ટ કરતી સાબરકાંઠા એસ.ઓ.જી.

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ જીલ્લામાં બનતા મિલ્કત સબંધી તથા શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સૂચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં બનતા મિલ્કત સબંધી તથા શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ. જે સુચના અન્વયે પો.ઇન્સ.એસ.ઓ.જી.,સાબરકાંઠા નાઓની સુચના મુજબ એસ.ઓ.જી.સ્ટાફ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી તથા જીલ્લામાં બનતા મિલ્કત સબંધી તથા શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા બાબતે પેટ્રોલીંગમાં હતો દરમ્યાન સાથેના પો.કોન્સ જયરાજસિંહ કેશરસિંહ બ.નં- ૫૧૯ તથા નિકુંજકુમાર નરસિંહભાઇ બ.નં- ૯૦૦ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકિક્ત અન્વયે એક ઇસમ પાસેથી ચોરીના ડ્રીપ પાઇપના બંડલ-૧૦ કિ.રૂ. ૪૦,૦૦૦/-તથા સી.એન.જી. રીક્ષા કિ.રૂ.-૧,૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા-૧,૯૦,૦૦૦/- નો મુદ્દામાલ કબજે લઇ પકડી અટક કરી જાદર પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી સારૂ સુપરત કરવામાં આવેલ છે.

આરોપીનું નામ:-

પ્રકાશસિંહ સ/ઓ ઉદેસિંહ બાબુસિંહ જાતે રાઠોડ ઉ.વ.- ૩૦ હાલ રહે.બ્રહ્માણીનગર વિક્રમભાઇ રબારીના મકાનમાં ભાડેથી તા. હિંમતનગર જી. સાબરકાંઠા મુળ રહે. તેજપુરા તા. હિંમતનગર જી. સાબરકાંઠા

ડીટેક્ટ કરેલ ગુનો-

હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. પાર્ટ એ-ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૭૨૪૧૦૨૬/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા કલમ-૨૦૨૩

ની કલમ-૩૦૩(૧) મુજબ

કબજે કરેલ મુદામાલ

અ.નં કબજે કરેલ મુદ્દામાલનું વર્ણન

રજીસ્ટ્રેશન નંબર———GJ 09 AX 7586

કિંમત રૂપિયા

કાળા કલરની ડ્રીપ પાઇપના બંડલ કુલ-૧૦—૪૦,૦૦૦/-

સી.એન.જી. રીક્ષા————-૧,૫૦,૦૦૦/-

કુલ કિંમત રૂપિયા—‐——‐—-૧,८०,૦૦૦/-

આરોપીની ગુનો કરવાની એમ.ઓ.

ખેતરમાં પડેલ ડ્રીપ પાઇપ ચોરી કરવાની

પકડવાનો બાકી આરોપીઃ-

સુરેશસિંહ શનસિંહ રાઠોડ રહે તેજપુરા તા. હિંમતનગર જી.સાબરકાંઠા

કામગીરી કરનાર કર્મચારી:-

શ્રી. કે.બી.ખોટ, પો.સ.ઇ.એસ.ઓ.જી.,અ.હે.કોન્સ.ભાવેશભાઇ, પો.કોન્સ જયરાજસિંહ, પો.કોન્સ. નિકુંજભાઇ

પો.કોન્સ રોહિતભાઇ, ડ્રા.હે.કોન્સ.દશરથભાઇ

Back to top button
error: Content is protected !!