GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
ગોધરા શહેરમાં મહિલા વિરુદ્ધ થતી હિંસાના નાબુદી અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું

તારીખ ૦૫/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી અને દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન હેઠળ મહિલા ITI વિભાગ દ્વારા-મહિલા વિરુદ્ધ થતી હિંસાના નાબુદી અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિભાગ દ્વારા PBSC- કાઉન્સિલર અને DHEW ના મિશન કોડીનેટર તથા DHEW ટીમ અને ITI કોલેજના પ્રિન્સિપાલ નેહા એ.પટેલ સાથે કે.એન.રાઠવા અને ITI સ્ટાફ સાથે રહી ને ઘરેલુ હિંસા વિશે અને ઘરેલુ હિંસાના કાયદા વિશે સમજૂતી આપી તથા મહિલા લક્ષી યોજનાઓ ની વિસ્તૃત માહિતી આપી તેમજ મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા pbsc યોજના વિશે, તેના હેતુ, તેની કાર્યપદ્ધતિ, તેના અભિગમો વિશે વિસ્તારથી સમજૂતી આપવામાં આવી. મોટી સંખ્યામાં ITI સ્ટાફ અને વિદ્યાર્થીની બહેનોએ આ કાર્યક્રમ માં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.






