સુરેન્દ્રનગર SOG પોલીસે જિલ્લામાં હોટલો ધાબાઓ અને ગેસ્ટ હાઉસમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તા.05/12/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
13 હોટલો અને ગેસ્ટ હાઉસ માલિકો સામે નોંધાઇ ફરિયાદ.
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ડો.ગીરીશ પંડયા સાહેબ નાઓએ જીલ્લામાં આવેલ તમામ હોટલ, ધાબા, ગેસ્ટહાઉસ વિગેરે ચેક કરવા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસને ખાસ સુચના માર્ગદર્શન સુચના આપવામા આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાંથી બે નેશનલ હાઇવે પસાર થાય છે જ્યાં સરળતાથી અવર જવર તથા રોકાણ થઇ શકે તેમ છે જીલ્લામાં રણ વિસ્તાર પણ આવેલો છે જેથી સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાઇ રહે અને જીલ્લાનો આમ નાગરીક કોઇપણ ભય વગર મુક્ત મને જીંદગી જીવી શકે અને જીલ્લામાં કોઇ અનચ્છીનીય બનાવ ન બને તે અન્વયે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ગૌરીશ પંડયા સાહેબનાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ તમામ હોટલ, ધાબા, ગેસ્ટહાઉસ વિગેરે ચેક કરવા ખાસ ઝુંબેશ હાથ ધરી હતી જીલ્લામાં આવેલ તમામ હોટલ, ગેસ્ટ હાઉસ માટે ગુજરાત પોલીસ દ્વારા બનાવેલ ખાસ એપ્લીકેશન જેનુ નામ PATHIK APP જે એપ્લીકેશનનુ રજીસ્ટ્રેશન ગેસ્ટ હાઉસ દ્વારા કરેલ છે કે કેમ ? થયેલ હોય તો ગેસ્ટ હાઉસમાં આવતા ગેસ્ટની એન્ટ્રી થાય છે કે કેમ ? તથા CCTV કેમેરા લગાવવામાં આવેલ છે કે ? અને હોય તો તેનુ સ્ટોરેજ થાય છે કે કેમ ? હોટલ, ગેસ્ટ હાઉસમાં આવતા ગેસ્ટના આઇ.ડી. કાર્ડની નકલ જમા કરાવવામાં આવે છે કે કેમ ? જે તમામ મુદાઓ બાબતે સઘન અને અસરકારક ચેકીંગ કરી ચેકીંગ દરમ્યાન નિયમોસાર ભેટલ ગેસ્ટ હાઉસ દ્વારા કાર્યરીતી કરવામાં ન આવતી હોય તો તેઓના વિરૂદ્ધ કાયદેસરની કામગીરી કરવા માટે જીલ્લાના તમામ થાણા અમલદાર તથા જીલ્લાની બ્રાન્ચ જેમા એસઓજી, એલસીબી તથા પેરોલફર્લો સ્કોડની અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાં આવેલ તમામ હોટલ ગેસ્ટ હાઉસની ચેકીંગ કરતા કરાવતા જીલ્લામાં આવેલ નિચે જણાવેલ હોટલ ગેસ્ટહાઉસના માલિક મેનેજરો વિરુધ્ધ જેમાં જી.પી.એકટ 131 મુજબના કુલ-07 કેસ(PATHIK SOFTWARE) તથા બી.એન.એસ.કલમ 223 મુજબના O6 કેસ (CCTV) એમ મળી કુલ 13 ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.




