
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
લ્યો બોલો બે ત્રણ દિવસ પૂર્વે નવી નકોર લોકાર્પણ કરાયેલ ઈ-રીક્ષાઓને ધક્કો મારવાની નોબત ઉઠતા ખરેખર બુદ્ધિનું પ્રદર્શન સાર્થક થયુ..
ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારોમાં ગામડાઓ ડુંગરો પર છુટા છવાયા હોય ત્યારે રોજિંદો લીલો સૂકો કચરો નીકળતો નથી તેમ છતાંય જિલ્લા ગ્રામ વિકાસ કચેરી દ્વારા માત્ર સરકારી ગ્રાન્ટનો દૂર ઉપયોગ કરવા માટે બુદ્ધિનું પ્રદર્શન કરી કચરો ઉઠાવવા લાખો રૂપિયાના ખર્ચે ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી કરી હતી અને તેનુ લોકાર્પણ પણ બે ત્રણ દિવસ પૂર્વે ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલનાં હસ્તે કરવામાં આવ્યુ હતું. જોકે લોકાર્પણ થયા ના થોડા દિવસોમાં જ તેને કડવી વાસ્તવિકતા સામે આવી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. આહવા નગરમાં કેટલાક મજૂરો આ ઇ રીક્ષા ને ધક્કો મારીને લઈ જતા જોવા મળ્યા હતા ત્યારે આ રીક્ષાની ગુણવત્તા પર પણ પ્રશ્ન ઉદભવી રહ્યા છે.કારણ કે નવી નકોર રિક્ષાને ધક્કો મારવો પડે તે કેટલા અંશે યોગ્ય કહી શકાય.100 ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં લોકો ચોમાસાની ખેતી પર નભતા હોય ચોમાસા બાદ રોજગારી મેળવવા અન્ય જિલ્લાઓમાં હીજરત કરતા હોય છે. તેમજ ગામડાઓમાં વિકાસ નહિવત હોવા છતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભીનો સુક્કો કચરાનાં નિકાલ માટે કરોડો રૂપિયાના ખર્ચે દરેક ગ્રામ પંચાયત દીઠ ઇલેક્ટ્રિક રીક્ષાઓની ખરીદી કરીને લોકાર્પણ કરતા લોકોમાં આશ્ર્ચર્ય સર્જાયું હતુ. કેમકે ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારોમાં ઘરો ઢોળાવ ડુંગરો પર છૂટાછવાયા હોય રોજિંદા લીલો સુક્કો કચરો નીકળતો પણ ન હોય ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ કચેરી દ્વારા માત્ર સરકારી ગ્રાન્ટનો દુરોપયોગ કરવા માટે જ ઈલેક્ટ્રિક રીક્ષા ખરીદી હોવાની ચર્ચા જિલ્લા પંચાયત વર્તુળમાં ઉઠવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો.જોકે આ ઇ રિક્ષાના લોકાર્પણ બાદ તેની વરવી વાસ્તવિકતા સામે આવી છે.કારણ કે ગ્રામ વિકાસ એજન્સીના મનસ્વી કારભારના કારણે તદ્દન નવી નકોર ઇ રીક્ષાને ધક્કો મારવો પાડ્યો હતો.ત્યારે ગામના લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.દરેક પંચાયત દીઠ સૂકો કચરો અને ભીનો કચરો એકત્રિત કરવા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા લાખોના ખર્ચે ઇ – રીક્ષા આપી ત્યાં તો માંડ બે ત્રણ દિવસમાં જ ધક્કો મારવાની જરૂર પડી ગઈ હતી. આહવા નગરમાં ઇ રીક્ષાની આ સ્થિતિ જોવા મળી તો ડાંગ જિલ્લા ના ડુંગરાળ વિસ્તારોમાં દરેક પંચાયતોમાં આપેલ ઈ રીક્ષાની શુ પરિસ્થિતિ થશે ? ડાંગ જિલ્લાના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આપવામાં આવેલ ઈ રીક્ષા ની ખરીદી અને ટેન્ડરિંગમાં કોની પોલમ પોલ છે ? અને કોના ખિસ્સા ગરમ થયા છે ? અધિકારીઓ દ્વારા માત્ર પોતાનો આર્થિક સ્વાર્થ સંતોષવા માટે જ કામગીરી કરવામાં આવે છે ? શું અધિકારીઓ માત્ર દેખાડા પૂરતી કામગીરી કરે છે ? આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે.ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે.જોકે આ અંગે યોગ્ય તપાસ થશે કે પછી “તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ” નો ખેલ કરવામાં આવશે તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યુ..





