વેજલપુર ગામના એક મકાનમાં બ્લેક કોબ્રા ઝેરી નાગ ધૂસી જતા જીવદયા પ્રેમી દ્વારા રેસ્કયુ હાથ ધરી પકડી પાડયો

તારીખ ૦૨/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ ધોલાર તળાવ વિસ્તાર પાસે સુમિત્રાબેન ના મકાનમાં એક આવી ચઢેલા ૭ થી ૮ ફૂટ જેટલી લંબાઈ ધરાવતા નાગ દેખીને પરિવારજનો ગભરાઈ ઊઠ્યા હતા જેમાં બનાવની જાણ તાત્કાલિક સાપોને પકડવાની કામગીરી કરતા અને સાપોની તમામ જાણકારી ધરાવતા નિષ્ણાંત જીવદયા પ્રેમી તુષારભાઇ પટેલને કરવામાં આવી હતી જેમાં તુષારભાઇ પટેલ તાબડતોડ ધોલાર તળાવ વિસ્તાર પાસેના સુમિત્રાબેનના મકાનમાં પહોંચી પ્લાસ્ટિકની પાઇપ અંદર છુપાયેલા નાગ ને ઝડપી પાડી બહાર કાઢ્યો હતો જેમાં નાગ અતી ઝેરી તેમજ ખૂબ જ આક્રમક સ્વભાવ ધરાવતો બ્લેક કોબ્રા પ્રજાતિનો નાગ હોવાનું જાણવા મળ્યું હતું જેમાં તે ખૂબ જ ઝેરી નાગ હોઇ તેને રેસ્કયુ હાથ ધરી પકડી પાડતાં ઘરના પરિવારજનો સાથે આજુબાજુ મકાનમાં રહેતા રહીશોએ હાશકારો અનુભવ્યો હતો જેમાં ઝડપાયેલા બ્લેક કોબ્રા નાગ ને સહી સલામત રેસ્ક્યુ કરી માનવ વસવાટથી દૂર જંગલ વિસ્તારમાં છોડી મુકાયો હતો.







