HALVAD:હળવદના રાણેકપર ગામની સીમમાંથી જુગાર રમતા ૬ ઇસમો રૂ. ૩૭,૯૦૦ની રોકડ સાથે ઝડપાયા




HALVAD:હળવદના રાણેકપર ગામની સીમમાંથી જુગાર રમતા ૬ ઇસમો રૂ. ૩૭,૯૦૦ની રોકડ સાથે ઝડપાયા

હળવદ:સરહદી રેન્જ ભુજ પોલીસ મહાનિરીક્ષક તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક અને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહીબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી સખત સૂચનાના આધારે હળવદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે.

હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રાણેકપર ગામની ‘પંચાસરી’ તરીકે ઓળખાતી સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જાહેરમાં જુગાર રમી રહેલા ૬ ઇસમોને પોલીસે રોકડા રૂ. ૩૭,૯૦૦/- ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓ:અજીતભાઈ સોમાભાઈ ગોહિલ (રહે. ગોરી દરવાજા, હળવદ, જી. મોરબી) અરવિંદભાઇ ઘનશ્યામભાઈ ચાવડા (રહે. ભેણીનો ઢાર, હળવદ, જી. મોરબી) હરામજીભાઇ/હિરજીભાઇ લક્ષમણભાઈ સરાવાડીયા (રહે. ગામ ઇશ્વરનગર, તા. હળવદ, જી. મોરબી) દયારામભાઈ ભીખાભાઈ ધારીયા પરમાર (રહે. ગોરી દરવાજા, હળવદ, જી. મોરબી) અશોકભાઈ નાગજીભાઈ વઢરકીયા (રહે. ગોરી દરવાજા પાસે, હળવદ, જી. મોરબી) અમૃતભાઇ અવચરભાઈ ઓડીયા (રહે. આશોપાલવ સોસાયટી, હળવદ, જી. મોરબી) પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


