સાબરકાંઠા જીલ્લા ના હોમગાર્ડઝ સભ્યો દ્રારા ૬-ડિસેમ્બર હોમગાર્ડઝ સ્થાપના દિનની ઉજવણી કરાઇ….

સાબરકાંઠા…
સાબરકાંઠા જીલ્લા ના હોમગાર્ડઝ સભ્યો દ્રારા ૬-ડિસેમ્બર હોમગાર્ડઝ સ્થાપના દિનની ઉજવણી કરાઇ….
તસ્વીર:-
સાબરકાંઠા જીલ્લાંના હોમગાર્ડઝ કમાન્ડન્ટ એન.એમ.ચૌહાણ નાં માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લાના દરેક યુનિટમાં ૬- ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે તા.૦૩/૧૨ થી ૦૬/૧૨/૨૪ સુધી વિવિધ કાર્યકમ કરવામાં આવ્યા જેમા સ્વછતા અભિયાન, પ્રભાત ફેરી, રૂટ માર્ચ, સાક્ષરતા અભિયાન, બેટી બચાવો અભિયાન, ઇડર સિવિલ હોસ્પિટલમાં ફુટ વિતરણ, બાઇક રેલી, મશાલ રેલી, અંતર્ગત વિવિધ કાર્યકમોનુ આયોજન કરવામાં આવેલ હતું. જીલ્લાકક્ષાનો કાર્યકમ ઇડર ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવેલ હતો. જેમા નિવૃત અધિકારી ઓનુ સન્માન, રમોત્સવમાં ભાગ લેનાર સભ્યોને તથા સારી કામગીરી કરનાર સભ્યોને પણ સન્માન કરવામાં આવેલ હતું. જે કાર્યકમમાં પ્રોફેસર કે.ડી.ગાંધી, નિવૃત વૃશ્ર્વિક શાહ તથા જિલ્લા વહિવટી સ્ટાફ, સ્ટાફ ઓફિસર, દરેક યુનિટ અધિકારીઓ, એન.સી.ઓઝ અને હોમગાર્ડઝ સભ્યોએ ઉત્સાહપૂર્વક ૬ –ડિસેમ્બર હોમગાર્ડઝ સ્થાપના દિવસની ઉજવણી કરી હતી….
જયંતિ પરમાર સાબરકાંઠા



