MORBI:મોરબી કોલસા ચોરીનું કૌભાંડનો પર્દાફાશ કરી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ૧૨ ઇસમોને ઝડપી લીધા ૮ આરોપીને વોન્ટેડ જાહેર
MORBI:મોરબી કોલસા ચોરીનું કૌભાંડનો પર્દાફાશ કરી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ૧૨ ઇસમોને ઝડપી લીધા ૮ આરોપીને વોન્ટેડ જાહેર
12 આરોપી ઝડપાયા અને 8 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા
કંડલા બંદરથી રાજસ્થાન જતા ટ્રકમાંથી પેટકોક અને કોલસો ચોરી કરવાના કોભાંડનો પર્દાફાશ કરી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ૧૨ ઇસમોને ઝડપી લઈને ૧૫૮૪ ટન પેટકોક, ૫૦૦ ટન કોલસા ઉપરાંત છ વાહનો અને ૧૭ મોબાઈલ સહીત ૩.૫૭ કરોડનો મુદામાલ જપ્ત કર્યો છે જયારે અન્ય આઠ ઇસમોના નામો ખુલતા પોલીસે તપાસ ચલાવી છે
મોરબીની સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી વધુ એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી અને મોટા કોલસા ચોરી કોભાંડનો પર્દાફાશ કર્યો હતો SMC પીઆઈ જી આર રબારી અને પીએસઆઈ એ વી પટેલની ટીમે મોરબી તાલુકાના ગાળા ગામના પાટિયા નજીક પેટ્રોલ પંપ ખાતે રેડ કરી હતી જ્યાં કંડલા બંદરથી ટ્રકમાં રાજસ્થાન તરફ મોકલવામાં આવતા પેટકોક અને કોલસાની ચોરી કરવાના કોભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો સ્થળ અપ્રથી ૧૫૮૪ ટન પેટકોક કીમત રૂ ૨,૦૫,૯૨,૦૦૦ કોલસો ૫૦૦ ટન કીમત રૂ ૪,૮૦,૦૦૦ રોકડ રૂ ૨,૪૧,૧૭૫ મોબાઈલ ફોન નંગ ૧૭ કીમત રૂ ૩.૫૦ લાખ, બે ટ્રેલર કીમત રૂ ૮૦ લાખ, ૨ લોડર મશીન કીમત રૂ ૧૫ લાખ, ૪ કાર કીમત રૂ ૨૫.૫૦ લાખ સહીત કુલ રૂ ૩,૫૭,૧૩,૧૭૫ નો મુદામાલ જપ્ત કર્યો છે
SMC ટીમે સ્થળ પરથી આરોપી ભાવેશ પ્રાણજીવન શેરશીયા, જયદેવ કરશનભાઈ ડાંગર, મયુરરાજસિંહ સુખદેવસિંહ જાડેજા, સારંગ સુરેશભાઈ ગાંભવી, ભીખુભાઈ વનરાવનભાઈ ઠક્કર, જયદીપગીરી ભરતગીરી ગૌસ્વામી, ગુડ્ડુકુમાર ભૂધનરાય યાદવ, રાહુલ બનારસીરાય યાદવ, સંજુ કિશનભાઈ નીનામા, વિપુલ પાંસુભાઈ પરમાર, દીપક પ્રભાતભાઈ આહીર અને કિશોર એમ ૧૨ આરોપીને ઝડપી લીધા છે
Box- જયારે આઠ આરોપીઓના નામો ખુલ્યા છે જેમાં પેટકોક મિક્સિંગ કરનાર મુખ્ય આરોપી ભગીરથ ચંદુલાલ હુંબલ, મુખ્ય આરોપી ચિરાગ મણીભાઈ દુદાણી, કુલદીપસિંહ સુરુભા ઝાલા, દિલીપભાઈ, વિવાનભાઈ પટેલ, નિકુંજભાઈ પટેલ, ગુપ્તજી અને રોકી એમ આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે