AHAVADANG

ડાંગ જિલ્લામાં પોલીસ પ્રવાસી મિત્ર યોજના ખરા અર્થમાં સાર્થક થઈ; પ્રવાસીનું ખોવાયેલુ પર્સ શોધી કાઢી પરત કર્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષકોમાં એસ.જી.પાટીલ,જયદીપ સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલ પ્રોજેકટ પ્રવાસી મિત્ર યોજના ખરા અર્થમાં સાર્થક થઈ છે.ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયાનાં માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ “સંવેદના પ્રોજેકટ”,દેવી પ્રોજેકટ”,”પ્રોજેક્ટ પ્રવાસી મિત્ર” જેવી યોજનાઓ છેવાડાનાં આદિવાસી સમાજ સહીત ફરવા આવતા પ્રવાસીઓ માટે સફળ સાબિત થઈ છે.મહારાષ્ટ્રથી સાપુતારા ખાતે ફરવા આવેલા એક પરિવારનું પર્સ કયાંક ખોવાઈ ગયુ હતુ.આ પ્રવાસી પરિવાર દ્વારા પર્સ ખોવાયા અંગેની જાણ સાપુતારા પોલીસ મથકનાં પ્રવાસી મિત્રોને કરી હતી.અહી પ્રવાસી મિત્ર યોજના હેઠળ પોલીસની ટીમે ગણતરીનાં કલાકોમાં જ પર્સ શોધી કાઢી પરિવારને પરત કર્યું હતુ.આ ઘટના બાદ પરિવારે ડાંગ જિલ્લા પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો અને “પ્રોજેક્ટ પ્રવાસી મિત્ર” યોજનાની ખૂબ પ્રશંસા કરી હતી. અને તેમણે આવી યોજના આખા દેશમાં અમલમાં મૂકવાની માંગ કરી હતી.ડાંગ જિલ્લાનાં પોલીસ વિભાગે આ પ્રસંગે પરિવારને સાયબર ક્રાઇમ વિશે જાગૃત કરીને 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર, 100 પોલીસ હેલ્પલાઈન નંબર અને 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર વિશે જાણકારી આપી હતી.સાથે જ પ્રોજેક્ટ પ્રવાસી મિત્ર અંગેનો ક્યુઆર કોડ પણ હિન્દી અને મરાઠી ભાષામાં સમજાવવામાં આવ્યો હતો.અને પોલીસ મિત્રનો ક્યુઆર કોડ સ્કેન  કરવાથી પ્રવાસીઓને ફરવા લાયક પ્રવાસન સ્થળ તથા હોટેલ,મેડિકલની સુવિધા વગેરે સુવિધાઓ સરળતાથી મળી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.તેમજ પરિવારને આ માહિતી તેમના જિલ્લા અને રાજ્યમાં પણ ફેલાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.અહી મહારાષ્ટ્રનાં પરિવારને ગણતરીના કલાકોમાં જ પર્સ મળી જતા ડાંગ જિલ્લાની પોલીસની કામગીરીની પ્રશંસા કરી બિરદાવી હતી..

Back to top button
error: Content is protected !!