
નાંદોદ તાલુકાના વડિયા, કરાંઠા અને વાવડી ગામની જમીનો ની જંત્રીના ભાવ 200 ઘણા વધારી દેવતા ખેડૂતો નારાજ
મેધા સિટી નાં જંત્રી ભાવો ગ્રામ્યકક્ષાએ વધારી દેવતા ખેડૂતો આંદોલનના મૂડમાં…
જમીનો પર થોપી દેવાયેલી જંત્રી પછી ખેંચવા ખેડૂતો સરકાર માં રજુઆત કરસે : હાલ વાંધા અરજી પ્રત્યેક ખેડૂત નોંધાવે એવું મિટિંગ માં નક્કી કરાયું
રાજપીપળા : જુનેદ ખત્રી
સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ને ગરુડેશ્વર નાંદોદ તિલકવાડા તાલુકાની જમીનોના ભાવો આસમાને પહોંચી ગયા. અહીંયા જમીનો નાં ભાવો વઘ્યા પણ એટલા રોકાણકારો આવતા નથી. છતાં રાજપીપળા શહેરને અડી ને આવેલ નાંદોદ તાલુકાના વડિયા, કરાંઠા, અને વાવડી આં ત્રણ ગામોની જમીનોની જંત્રી રાતોરાત એક પરિપ્રત્ર નાં માધ્યમથી 200 ઘણી વધારી દેવામાં આવી જેનાથી હવે આ ગામોના ખેડૂતોને જમીનો વેચવી હોય તો પણ મોટી જંત્રી સરકારને ચૂકવવાની સાથે લેવી હોય તેને પણ આમ જંત્રીના ભાવોની વિસંગતતાને લઈને વડિયા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં એક ત્રણ ગામોના ખેડૂત આગેવાનોની બેઠક મળી હતી. જેમાં આં જંત્રીના નક્કી કરાયેલા ભાવો નો વિરોધ કરી તમામ ખેડૂત વાંધો ઓનલાઇન કરે એવી રણનીતિ નક્કી થઈ અને આગામી દિવસોમાં જો આં જંત્રી નાં ભાવો રદ કરી પહેલા જેટલા નાં રાખવામાં આવ્યા તો ખેડૂતો આવેદન પત્ર આપશે, પછી ધારણા પ્રદર્શન કરશે જો છતાં સરકાર નાં માની તો ઉગ્ર આંદોલન કરસે એ બાબતે મક્કમ ખેડૂતો બન્યા છે.
આ બાબતે વડિયા ગામના આગેવાન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું. કે તાજેતરમાં જે સરકાર દ્વારા વડિયા, વાવડી, કરાંઠા ની નવી જંત્રીના ભાવો નક્કી કરી જાહેરાત કરી છે. અધધ 200 ઘણા ભાવોથી ખેડૂતો ની સરકારે કમર ભાંગી ગઈ છે..અમારા ગામોમાં ક્યાં એટલા ઉદ્યોગો છે.કે વિકાસ થયો છે.તે મોટી સિટી ઓ કરતા પણ વધારે જંત્રી સરકાર માંગે છે..અમારો વિરોધ છે..આગામી દિવસોમાં આવેદન તૈયાર કરી સાંસદ અને ધારાસભ્ય ને આવેદન આપી આં જંત્રી નાં ભાવ સુધારવા માંગ કરીશું, અને છતાં કોઈ અસર નાં થઈ તો ઉગ્ર આંદોલન કરવાથી પણ ખેડૂતો ગભરસે નહિ…



