VALSADVAPI

વાપીના કરાયા અને કોપરલી ગામમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની મુલાકાત લીધી

માહિતી બ્યુરો. વલસાડ તા. ૯ ડિસેમ્બર

વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા રવિ કૃષિ મહોત્સવ દરમિયાન વાપી તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી માટે કરાયા અને કોપરલી ગામમાં આવેલા મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં તાલુકા કક્ષાએ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ખેડૂતોને કરાયા ગામ ખાતે પરાગભાઈ માવજીભાઈ પટેલ તેમજ કોપરલી ગામમાં વિશાલભાઈ ભરતભાઈ દલાલના પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત કરવામાં આવી હતી, જેમાં અંદાજે 300 જેટલા ખેડૂતોએ ફાર્મની મુલાકાત કરી પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન આત્મા વિભાગમાંથી બ્લોક ટેકનોલોજી મેનેજર અંકુરભાઈ પ્રજાપતિએ હાજર રહી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી પૂરી પાડી હતી.

Back to top button
error: Content is protected !!