GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકામાં રાજ્ય સરકારની શરૂ થનાર “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત માર્ગદર્શન કાર્યકમ યોજાયો

 

તારીખ ૦૯/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં રાજ્ય સરકારની યોજના તારીખ ૧૧/૧૨/૨૦૨૪ ના રોજ શરૂ થનાર “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” અંતર્ગત યોજાઈ આજરોજ તારીખ ૦૯/૧૨/૨૦૨૪ ના રોજ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર પંચમહાલ ના અધ્યક્ષ સ્થાને કાલોલ નગરપાલિકા કોમ્યુનિટી હોલ આઇટીઆઇ પાસે કાલોલ તાલુકાની ૧૬૫ સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકા થી ધોરણ ૮ સુધીના આશરે ૨૨,૪૬૨ વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”દ્વારા પૌષ્ટિક અલ્પાહાર (ખાંડેલા સીંગદાણા સહિતની સુખડી, ચણા ચાટ,મિક્સ કઠોળ તથા શ્રી અન્નમાંથી બનાવેલી ખાદ્ય સામગ્રી) અપાનાર છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર નું અસરકારક અમલીકરણ થાય, યોગ્ય માત્રામાં અને નિયત મેનુ મુજબ અલ્પાહાર બને, મુખ્ય શિક્ષકો તથા સંચાલકોને અલ્પાહાર સંદર્ભે તાલીમ આપવા બાબત, હાજરી/ રિપોર્ટિંગ બાબત,માનદવેતનમાં વધારા બાબત, ચકાસણી અને તપાસણી બાબતે વિગતે યોજનાનું અસરકારક સૂચના કમ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

Back to top button
error: Content is protected !!