GUJARATKUTCHMANDAVI

ભુજમાં સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ અભિયાનનો પ્રારભ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૦૯ ડિસેમ્બર : ૦૭ ડિસેમ્બર ના રોજ સમગ્ર દેશમાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરવામાં આવે છે જેમાં આપણી માતૃભૂમિનાં રક્ષણ કાજે શહીદ થતા, પોતાના ધૈર્ય અને સાહસથી ભારત દેશને અખંડીત રાખતા, પોતાનુ સર્વોચ્છ સમર્પીત કરતા આપણા શુરવીર જવાનો અને તેઓના પરીવારજનો પ્રતી સન્માનની લાગણી પ્રદર્શીત કરવા દેશના નાગરીકો સ્વેચ્છાએ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં પોતાના તરફથી યથાશક્તિ આર્થિક યોગદાન આપે છે. સશસ્ત્ર સેના ધ્વજદિન ઉજવણીનાં ભાગ રૂપે આ દિવસે જિલ્લાનાં નિવાસીઅધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યાએ સૌ પ્રથમ ફાળો આપી આ અભિયાનનો પ્રારભ કરાવ્યો હતો. આ પ્રસંગે કચ્છ યુવક સંઘ સંચાલિત, શ્રી બી. બી. એમ. હાઈસ્કુલ, બિદળા તા. માંડવી -કચ્છનાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ પોતાના પરિવાર અને આસપાસના નાગરિકો પાસેથી, જેમ ટીપે ટીપે સરોવર ભરાય તે રીતે થોડા થોડા રૂપિયા ભેગા કરી કુલ રૂપિયા ૨,૧૧,૧૧૧/- (અંકે રૂપિયા બે લાખ અગિયાર હજાર એકસો અગિયાર ) નું માતબર ભંડોળ એકત્રિત કરીને આજે ૦૭ ડીસેમ્બરના રોજ કલેક્ટરશ્રી અને એચ.એન. લીમ્બાચીયામદદ. જીલ્લા સૈનીક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી,ને આ યોગદાન અર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રની રક્ષા માટે બલિદાન આપનારા સૈનિકોના પરિવારજનો સન્માનભેર પોતાનું જીવન જીવી શકે તેમજ યુદ્ધની સૈનિક કાર્યવાહીમાં શારીરિક ક્ષતી ગ્રસ્ત થવાના કારણે સેવા નિવૃત સૈનિકોના પુન: વસવાટ અને તેઓના પરિવારજનો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓના સંચાલન અને અમલીકરણનાં કાર્યો માટે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે.  આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટરશ્રી મિતેશ પંડ્યાએ કચ્છ જીલ્લાનાં નાગરીકોને સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળા માટે યથાયોગ્ય સહયોગ આપવા નમ્ર વીનંતી કરી હતી.આપ આ ફાળો ભુજ (કચ્છ) જીલ્લાની, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી,(ફોન ૦૨૮૩૨-૨૨૧૦૮૫), રૂમ ન. ૧૧૪, બહુમાળી ભવન, ભુજ ખાતે રૂબરૂમાં રોકડ,ચેક, ડીમાન્ડ ડ્રાફ્ટ, થી ” કલેકટર અને પ્રમુખશ્રી, આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ એકાઉન્ટ, ભુજ” મારફતે પણ જમા કરાવી શકો છો.

Back to top button
error: Content is protected !!