
વિજાપુર તાલુકાના ગવાડા ગામે આવેલ દેવર્ષિ એલ્યુિનિયમ ની ફેકટરી માંથી ૭૬૦ કિલો ની ૩૮ પાટો ની ચોરી
જૂના છૂટા થયેલ કામદારો લાંબા સમયથી ચોરી કરતા હોવાની શંકા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી સમાચાર વિજાપુર
વિજાપુર તાલુકાના ગવાડા ગામે આવેલ દેવર્ષિ એલ્યુિનિયમ નામની ફેકટરી મા ૭૬૦ કિલો એલ્યુિનિયમની ૩૮ પાટો ની ચોરીની ફરીયાદ ફેકટરી ના ભાગીદારે નોંધાવી છે. પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાગીદાર હાર્દિકભાઈ ચીમન પટેલે સીસી કેમેરા મા કેદ થયેલ અજાણ્યા ઇસમો જૂના છૂટા કરેલ કામદાર હોવાની શંકા વ્યક્ત કરી પોલીસ ને ફૂટેજ રજૂ કરી છે. ચોરી ઘણા સમયથી ચાલતી હોવાની અને બે ટન જેટલું એલ્યુિનિયમ ચોરાયું હોવાની આશંકા વ્યક્ત કરતા પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગવાડા ગામની સીમ મા આવેલ દેવર્ષિ એલ્યુિનિયમ પ્રા.લી. નામની ભાગીદારી વાળી ફેકટરી આવેલ છે. જેમાં ગત ૫ ડિસેમ્બર ની રાત્રીના આસપાસ ૧૧ કલાકે ના સમયે કેટલાક ઈસમો ૧૦ ફૂટ ઊંચી ફેકટરીની દીવાલ કૂદીને ૭૬૦ કિલોની ૩૮ જેટલી પાટો ચોરી ગયા હતા. માલના સ્ટોક ની ગણતરી કરતાં પાટો સ્ટોક પ્રમાણે ઓછી જણાઈ આવતા જેના સીસી કેમેરા ના ફૂટેજ જોતા પાટો ની ચોરી થઈ હોવાની જાણ થતાં જે મામલે હાર્દિક ભાઈ પટેલે પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે ૭૬૦ કિલો એલ્યુિનિયમની ૩૮ પાટો કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦/- ની ચોરીની ફરીયાદ નોંધાવી છે. પોલીસે ભાગીદાર હાર્દિક ભાઈ પટેલે રજૂ કરેલ સીસી કેમેરા ના આધારે અજાણ્યા ઈસમો ને ઝડપી પાડવા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.




