GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ સ્ટેશનના બે પીએસઆઇ ની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો.નવા પીએસઆઇ નું સ્વાગત કરાયું

 

તારીખ ૧૩/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ગુરુવારે રાત્રિના આઠ કલાકે કાલોલ પોલીસ સ્ટેશનના પટાંગણમા સિનિયર પીએસઆઇ સી બી બરંડા તેમજ પીએસઆઇ એલ એ પરમાર ની અનુક્રમે કાકણપુર તેમજ વેજલપુર ખાતે બદલી થતાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો તેમ જ નવા આવેલા પીએસઆઇ એસ એલ કામોળ નો સ્વાગત સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં કાલોલના સિનિયર પીઆઇ આર.ડી ભરવાડ પીઆઇ પી.વી વાઘેલા તથા કાલોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ કાલોલ ના નગરજનો અને મીડિયા પર્સન હાજર રહ્યા હતા. વિદાય લઇ રહેલા બંને પીએસઆઇ ની સેવાઓને બિરદાવી તેઓને પુષ્પગુચ્છ અને ફૂલોનો હાર અને શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યુ તેઓની કારકિર્દી ઉજવળ બને તેવી શુભેચ્છા પાઠવવામાં આર. ડી.ભરવાડ દ્વારા વિદાય લઈ રહેલા બંને પીએસઆઇ ની કામગીરી બિરદાવી નવા આવેલા પીએસઆઇ ને શુભેચ્છા પાઠવી. વિદાય લઇ રહેલા બંને પીએસઆઇ એ કાલોલ ખાતેના પોતાના ફરજ દરમિયાન ના સંસ્મરણો વાગોળ્યા અને આભાર વ્યક્ત કર્યો. ગ્રામજનોએ બન્ને પીએસઆઈ સાથે ના પોતાના અનુભવો વર્ણવ્યા હતા.પોલીસ સ્ટાફ દ્વારા બંને કર્મચારીઓને પુષ્પગુચ્છ, નાળિયેર અર્પણ કરી ભાવભીની વિદાય આપી.

Back to top button
error: Content is protected !!