ANJARGUJARATKUTCH

રવિ કૃષિ મહોત્સવમાં અટલ ભુજલ યોજના અંગે લોકોને અવગત કરાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-અંજાર કચ્છ.

અંજાર, તા-13 ડિસેમ્બર  : રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કચ્છ જિલ્લાના ભચાઉ, અંજાર, ભુજ, માંડવી, નખત્રાણા ખાતે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કૃષિ મેળામાં અટલ ભુજલ યોજનાના તાલુકા દીઠ ૧ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. અટલ ભૂજલ યોજના અંગેના વિવિધ સાધનોના નિર્દેશન તેમજ પેમ્પલેટ દ્વારા આ યોજના હેઠળ થતી વિવિધ પ્રવૃત્તિઓથી લોકોને અવગત કરવામાં આવ્યા હતા. આ રવિ કૃષિ મહોત્સવમાં ડી.પી.એમ.યુ કચેરીના હાઈડ્રોલોજી નિષ્ણાંત, આઈ.ઈ.સી.નિષ્ણાંત તેમજ જૂનિયર જીઓલોજીસ્ટ તજજ્ઞો તેમજ ડી.આઈ.પી. સ્ટાફ તરફથી જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ અને એરીડ કમ્યુનિટિસ એન્ડ ટેક્નોલોજીસનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!