GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

જેતપુરમાં બીપીના દર્દીઓ રામ ભરોસે સરકારી હોસ્પિટલમાં એક મહિનાથી દવા ખાલી

રાજકોટના જેતપુર શહેરમાં આવેલી જેતપુર સરકારી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. ત્રણ મહિના પહેલા માત્ર એક ડોકટર પર ચાલતી હોવાનો વિવાદ સામે આવ્યા બાદ હવે જરૂરી દવાઓનો જથ્થો ન હોવાથી જેતપુર સરકારી હોસ્પિટલ ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે,જેતપુર શહેરમાં બીપીના દર્દીઓ ભગવાન ભરોસે જીવી રહ્યા છે, કારણ કે જેતપુર સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી બીપીની દવા મળી રહી નથી. બીપીની દવા હોસ્પિટલમાં ન હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. હાલ શિયાળો ચાલી રહ્યો છે અને ઠંડીનું વાતાવરણ હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે . દર્દીઓને આવશ્યક દવાઓ ઉપલબ્ધ ન હોવાથી પોતાના પૈસે મેડિકલ સ્ટોર્સ પરથી ખરીદવી પડે છે. જેતપુર સરકારી હોસ્પિટલમાં  આવશ્યક દવાઓનો પૂરતો સ્ટોક ન હોવાની વિગતો સામે આવી છે. સ્ટોકના હોવાના કારણે હાલ દર્દીઓને ધરમ ધક્કા ખાઈને પાછા જતા રહે છે

Back to top button
error: Content is protected !!