GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કંજરી ગામનો આધેડ કુદરતી હાજતે જવા પાણીનું ડબલું ભરવા કેનાલમાં પગ લપસતાં પાણીમાં ડુબી જતા મોત નિપજ્યું
તારીખ ૧૫/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કણેટીયા ગામ પાસે આવેલા મુખ્ય કેનાલના સી. આર.સી.ગેટમાં કંજરીના આધેડનો મૃતદેહ મળી આવ્યો તા.૧૨.૧૨.૨૦૨૪ ના રોજ અગીયારેક વાગ્યાના સુમારે મરણ જનાર જસવંતસિંહ નાનસિંહ પરમાર ઉ.વ.૪૬ રહે-કંજરી દરબાર ફળિયું તા.હાલોલ તેઓ નર્મદા કેનાલ ઉપર કુદરતી હાજતે જવા સારુ ડબલુ લઇને કેનાલ તરફ ગયેલા અને નર્મદા કેનાલમાં પાણીનુ ડબલુ ભરવા માટે કેનાલમાં ઉતરતા અચાનક પગ લપસી જતા નર્મદા કેનાલના પાણીમા પડી ગયેલ હતા જે આજ રોજ કાલોલ તાલુકાના કણેટીયા ગામ પાસે નર્મદાકેનાલના સી.આર ગેટ પાસે નર્મદા કેનાલના પાણીમા મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી