
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી ઇસરોલની કાપડની દુકાનમાં ચોરી કરતી પાંચ મહિલાઓને વેપારીએ ઝડપી પાડી
જે કામ ટીંટોઇ પોલીસને કરવાનું હોય તે કામ ગ્રામજનોએ કરી બતાવ્યું…!!!
મોટી ઇસરોલની કાપડની દુકાનમાં ચોરી કરવા આવેલ મહિલા ટોળકીને વેપારીએ ઝડપી પાડી ગ્રામજનો ભેગા થઈ ટીંટોઇ પોલીસને સોંપવામાં આવી
૨૦ દિવસ પહેલા બોલુન્દ્રા ગામના નિવૃત શિક્ષકના ઘરે ૧૨ લાખથી વધુ ની ચોરી નો ભેદ ઉકેલી શકી નથી ને વધુ ચોરીની ઘટનાને અંજામ આપનાર મહિલા ટોળકી ઝડપાઈ ક
મહિલા ટોળકીને લોકોએ પોલીસની હાજરીમાં મેથીપાક ચખાડ્યોઅરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીની ઋતુમાં મહિલા ચોર ટોળકી સક્રિય
મોડાસાના ટીંટોઇ પોલીસ સ્ટેશનની હદવિસ્તારની મોટી ઇસરોલમાં મહિલા ચોર ટોળકી ઝડપાઈ હતી. હાઇવેની બાજુના મોલમાં સાડીની દુકાનમાં ચોરી કરતા ઝડપાઈ હતી અને દુકાનદારે સાડી છુપાવતી મહિલાને ઝડપી લીધી હતી. હિન્દી ભાષી મહિલા ટોળકીનો ધોળા દિવસે ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો હતો. સ્થાનિક લોકોએ મહિલા ચોર ટોળકીને ટીંટોઇ પોલીસને સોંપી હતી. અગાઉ પણ મહિલા ગેંગ દ્વારા ચોરીની કોશિશ કરાઈ હતી. ટીંટોઈ પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. ટીંટોઇ પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ધોળા દિવસે કાપડની દુકાનમાં ચોરી કરતી મહિલાઓ ઝડપાતા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોરીની ઘટનામાં મહિલાઓ ઝડપાતા મહિલાઓને જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.





