ઝઘડીયાના વણાકપોર ગામે જુના મકાનની દીવાલ ધરાસાઈ થતા દીવાલ નીચે દબાતા ચાર વર્ષના બાળકનું મોત
વણાકપોર ગામમાં નાના બાળકનુ કરુણ મોત થતા ગામમાં ગમગીની છવાઈ
ઝગડિયા તાલુકાના વણાકપોર ગામે જુના મકાનની દીવાલ અચાનક પડતા દીવાલ તળે દબાય જતા ચાર વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું હતું આ અંગે બાળકના દાદા અરવિંદભાઇ મગનલાલ પટેલે રાજપારડી પોલીસને જણાવ્યું હતું કે તેમને સંતાનમાં બે પુત્રીઓછે જેમના લગ્ન થઇ ગયેલછે અને બન્ને પુત્રીઓ કરતા નાના પુત્ર ભાવિકનો એક નાનો પુત્ર કીશીવકુમાર ઉ.વ. ૪ નવા મકાનનું કામ ચાલતું હોઇ ત્યાં બાજુમાં રમતો હતો આ દરમિયાન આકશ્મિક જુના મકાનની દીવાલ પડતા કીશીવકુમાર દબાઈ ગયો હતો ફરિયામાં બુમાબુમ થતા સ્થાનિકોની મદદ વડે દબાયેલા બાળકને બહાર કાઢી તાત્કાલિક અવિધાના સરકારી દવાખાને લઇ જતા ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો નાના બાળકના મોતની વાત ગામમાં પ્રસરતા ગામલોકોમાં ગમનો માહોલ છવાયો હતો આ અંગે રાજપારડી પોલીસે મૃતક પૌત્રના દાદાની ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી
ઈરફાનખત્રી
રાજપારડી