DEDIAPADAGUJARAT

પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહેલા ‘આપના ધારાસભ્ય ચૈતર વસાવાને નવાગામ ( ડેડી) પાસે પોલીસે અટકાયત કર્તા લોકોના ટોળાં ઉમટ્યા,

 

પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહેલા ‘આપના ધારાસભ્ય ચૈતર વસાવાને નવાગામ ( ડેડી) પાસે પોલીસે અટકાયત કર્તા લોકોના ટોળાં ઉમટ્યા,

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 6058;
AI_Scene: (-1, -1);
aec_lux: 92.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 24;

વાત્સલ સમાચાર

જેસિંગ વસાવા : ડેડીયાપાડા

 

ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા, આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે નવાગામ(દેડી) ખાતે અટકાયત કરી હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં અને ખાસ કરીને આદિવાસી સમાજના લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ FIRને લઇ ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જઈ રહ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા ચૈતર વસાવાને રસ્તામાં અટકાવવામાં આવ્યા હતા ત્યાર બાદ તેમની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

વસાવા એ જમાવ્યું કે ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની 2 FIR કરી છે. બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ વ્યકિતના પરિવારોને વળતર અપાવ્યું હતું. અને આ બાબતે જ તેમના પર કેસ થયો અને તેઓ પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યા હતા ત્યારે અધવચ્ચે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરી હતી. ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. અને ૧૬ તારીખના રોજ રાત્રેથી જ ધારાસભ્ય ચૈતર વસાવાના ઘરે પોલીસ મુકીને ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે. આજે પોલીસ વિભાગનો દુરુપયોગ કરીને જે રાજ થઈ રહ્યું છે તેના પરથી સ્પષ્ટ કહી શકીએ કે સંવિધાન અને લોકશાહી ખતરામાં છે. તેવું ચૈતર વસાવાએ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!