
ઝગડિયા જી.આઈ.ડી.સી.વિસ્તારમાં ૧૦ વર્ષની બાળકી પર ક્રૂરતાપૂર્વંક દુષ્કર્મ બાદ લોહી લુહાણ હાલતમાં ઝાડીઓમાં ફેંકી દીધી
ઝગડિયા જી.આઈ.ડી.સી.માં બનેલ ઘટનાથી તાલુકાવાસીઓ હચમચી ઉઠ્યા
પોલીસે ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વર,ભરૂચ ત્યાંથી વડોદરા ખસેડી
પોલીસે ગણતરીના કલાકોમાં ઝારખંડના એક શખ્સને ઝડપી લીધો
ભરૂચ જિલ્લાની ઝગડિયા ઔદ્યોગિક વસાહતમાં કાળજુ કંપાવી દે તેવી કરુણ ઘટના સામે આવીછે જેમાં એક અંદાજે ૧૦ વર્ષની બાળકી સાથે અપહરણ તેમજ દુષ્કર્મની ઘટના બની હતી આ ઘટના બહાર આવતા આખા તાલુકાના લોકો હચમચી ઉઠ્યા હતા સ્થાનિક પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ ઝગડિયા ઔદ્યોગિક વસાહતમાં શ્રમિક પરિવારની એક બાળકીને નજીકમાં રહેતો એક હવસખોર અપહરણ કરીને નજીકની ઝાડીઓમાં લઇ ગયો હતો અને બાળકી પર ક્રૂરતાપૂર્વંક દુષ્કર્મ કર્યા બાદ લોહી લુહાણ હાલતમાં ઝાડીઓમાં ફેંકી દીધી હતી અને હવસખોર ત્યાંથી ભાગી છૂટ્યો હતો બાળકીએ પોતાની હિમ્મત ભેગી કરી ઢસડાતી ઢસડાતી હાલતમાં પોતાના નિવાસ્થાન નજીક આવી પોતાની માતાને બુમો પાડવા લાગી હતી પુત્રીનો અવાઝ સાંભળી માતા દોડી હતી અને પોતાની વ્હાલસોયી પુત્રીની હાલત જોતા ચોકી ઉઠી હતી તાત્કાલિક આસપાસના સ્થાનિકોની મદદ લઇ ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચાડી હતી જ્યાં હાજર તબીબો પણ નાની બાળકીની હાલત જોઈ ચોકી ઉઠ્યા હતા અને બાળકીની સારવાર કરતા કરતા તબીબોના હાથ પણ કાંપવા લાગ્યા હતા જોકે બાળકીને વધુ સારવારની જરૂરિયાત જણાતા વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી બીજી તરફ ઘટનાની માહિતી મળતા અંકલેશ્વર ડી.વાય.એસ.પી. ડૉ. કુશલ ઓઝા પોલીસ કાફલા સાથે હોસ્પિટલ ખાતે દોડી આવી બાળકીની માતાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી પોલીસની ટિમોની રચના કરી હતી આ દરમિયાન ઝગડિયા જીઆઈડીસી પોલીસે ઝારખંડના એક ૩૬ વર્સીય શખ્સને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો પોલીસની તપાસમાં આજ હવસખોરે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ સામે કબુલ્યું હતું ઝગડિયા જીઆઈડીસી પોલીસે આ બાબતે આરોપી સામે પોક્સો,અપહરણ, દુષ્કર્મ સહિતની કલમો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરીછે શ્રમિક બાળકીના પરિવારજનો તેમજ ઝગડીયાના તાલુકા વાસીઓ આ હવસખોર શખ્સને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યાંછે તેવામાં ગણતરીના કલાકોમાં પોલીસે આ હવશખોર શખ્સને ઝડપી લેતા તાલુકાના લોકોએ સ્થાનિક પોલીસની કામગીરી બિરદાવી હતી.
ઈરફાનખત્રી
રાજપારડી



