BHARUCHGUJARAT

વાલિયામાં સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરનાર ગેંગ ઝડપાઈ:એક મહિનામાં 5 જગ્યાએથી કેબલ ચોરી કરનાર બે આરોપી પકડાયા, ત્રણ ફરાર

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લાના વાલિયા વિસ્તારમાં સોલાર પ્લાન્ટમાંથી થયેલી કેબલ ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો છે. પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ત્રણ આરોપીઓ હજુ ફરાર છે. પકડાયેલા આરોપીઓમાં પણસોલી ગામનો અરૂણ વિનુભાઇ વસાવા અને માંગરોળનો નિલેશ ફતેસિંગ વસાવાનો સમાવેશ થાય છે.
એલસીબીના PSI એમ.એમ. રાઠોડની ટીમને બાતમી મળી હતી કે બંને આરોપીઓ મેરા ગામના ટર્નિંગ પાસે બ્લ્યુ કલરની આર.વન ફાઇવ મોટરસાइકલ (GJ-16-DB-4672) સાથે હાજર છે. પોલીસે બંને આરોપીઓને ઘેરી લઈને પકડી પાડ્યા હતા.પૂછપરછમાં અરૂણ વસાવાએ કબૂલાત કરી હતી કે તેણે પૈસાની જરૂરિયાત માટે ચોરી કરવાનું નક્કી કર્યું હતું. તેણે પોતાના મિત્રો નિલેશ વસાવા, જીગો વસાવા, મેહુલ વસાવા અને વિશાલ વસાવા સાથે મળીને છેલ્લા એક મહિનામાં વાલિયા વિસ્તારમાં પાંચ અલગ-અલગ સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરી હતી. ચોરી કરેલા કેબલમાંથી નીકળેલું કોપર મોસાલી ખાતે ભંગારનો વેપાર કરતા મોઈન સૈયદને વેચ્યું હતું.
પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ આરોપીઓ અને ચોરીનો માલ ખરીદનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંલગ્ન કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.આ ગુનામાં પોલીસે આરોપી પાસેથી બે નંગ મોબાઇલ નં કિં.રૂ.85,000,આર.વન. ફાઇવ મો.સા.કિંમત રૂ.1 લાખ અને રોકડા રૂપીયા 4200 મળીને કુલ રૂ.1,89,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વધુ તપાસ માટે કેસ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!