GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબી મુકામે સંસ્કૃતભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના સમર્પિત અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓનું પ્રાન્ત સંમેલન યોજાશે

MORBi :મોરબી મુકામે સંસ્કૃતભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના સમર્પિત અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓનું પ્રાન્ત સંમેલન યોજાશે

 

 

સંસ્કૃત ભારતી એ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જે વિશ્વના 38 દેશોમાં સંસ્કૃત ભાષાનો નિશુલ્ક પ્રચાર પ્રસાર કરે છે. જેમના કાર્યકર્તાઓ એક પણ રૂપિયાની અપેક્ષા વગર દેવભાષા એવી સંસ્કૃતને જન વ્યવહારની ભાષા બનાવવા માટે અહર્નિશ પ્રયત્નરત છે.આવા 400 થી વધારે કાર્યકર્તાઓનું દ્વિતીય પ્રાંતીય સંમેલન ડિસેમ્બર માસની 28,29 તારીખે ટી.ડી.પટેલ સંચાલિત શ્રી ઓમ શાંતિ વિદ્યા સંકુલ (કંડલા બાય પાસ, જુના RTO ની બાજુમાં, ઉમા રિસોર્ટની સામેં) યોજાવા જઇ રહ્યું છે.

આ સંમેલનમાં સૌરાષ્ટ્ર પ્રાંતના 15 જિલ્લાઓમાંથી કાર્યકર્તાઓ પોતાના સ્વખર્ચે ઉપસ્થિત રહેશે. અને બે દિવસ સંસ્કૃત ભાષાના સંવર્ધન હેતુ વિચાર-વિમર્શ કરશે. આ સંમેલનમાં સંસ્કૃત સંગઠનનું અભૂતપૂર્વ દર્શન થશે.જેમાં વિજ્ઞાન પ્રદર્શની, વસ્તુ પ્રદર્શની, શાસ્ત્ર પ્રદર્શની, સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓ દ્વારા થયેલ કાર્ય પ્રદર્શની, યજ્ઞશાલા મંડપ, સંસ્કૃત ગૌરવ પરીક્ષા મંડપ, પત્રાચાર દ્વારા સંસ્કૃત મંડપ, સંભાષણ સંદેશ મંડપ, સંસ્કૃત ભાષામાં મોરબીમાં પ્રથમવાર યોજાનાર આ સંમેલનનું ધ્યાનાકર્ષણ રહેશે. આ સંમેલનને સફળ બનાવવા માટે અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે સંસ્કૃત ભારતી જુનાગઢ ના અધ્યક્ષ દાનીરાયજી હવેલીના આચાર્યશ્રી પરમ પૂજ્ય વ્રજેન્દ્રકુમારજી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી ચેતનભાઈ ત્રિવેદી, શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી લલીતભાઈ પટેલ, સંસ્કૃત સાહિત્ય અકાદમી, અન્ય સંસ્કૃત પ્રેમી સંસ્થાઓ અને વ્યક્તિઓ મદદ કરી રહ્યા છે.

મોરબીની જાહેર જનતા માટે અને સૌરાષ્ટ્રના લોકો માટે પ્રદર્શનીઓનું ઉદઘાટન 28 તારીખે સવારે 11 વાગ્યે કરવામાં આવશે. જેથી તેઓ આ દુર્લભ ક્ષણોને માણી શકે. અને બાહ્ય રીતે આ સંમેલનના સહભાગી બની શકે. જાહેર જનતા માટે રાત્રે 9:00 કલાકે સંસ્કૃતમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થનાર છે. જેમાં ઘણા બધા કાર્યક્રમો સંસ્કૃતમાં પ્રસ્તુત કરવામાં આવશે.તેમજ આ સંમેલન નું ઉદ્ઘાટન 28 તારીખે બપોરે 2 કલાકે રાખવામાં આવેલ છે જેમાં ગુજરાત સરકારના ઘણા મંત્રીશ્રીઓ તેમજ નામાંકિત કથાકારો, સાધુ- સંતો અને મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ જોવા મળશે. તેમજ સમાપન કાર્યક્રમ 29 તારીખે બપોરે 2:00 કલાકે રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્કૃત ભારતીના પ્રાંત અધ્યક્ષ શ્રી સુકાન્તકુમાર સેનાપતિ , મંત્રીશ્રી પંકજભાઈ ત્રિવેદી અને સહમંત્રી લલીતભાઈ , સહમંત્રી પ્રણવભાઈ રાજ્યગુરુ , તેમજ મોરબી સંસ્કૃત ભારતી સહિત સૌરાષ્ટ્ર પ્રાંતના અનેક કાર્યકર્તાઓ દિવસ-રાત અથાક મહેનત કરી રહ્યા છે આ માહિતી સંસ્કૃતભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત પ્રચાર પ્રમુખ પ્રો. કિશોરભાઈ શેલડીયાની અખબારી યાદી માંથી મળી છે

ડો. કિશોર શેલડીયા પ્રાંત પ્રચાર પ્રમુખ સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત મો.9429043627
sheladiyakishor24@gmail.com

તા.28.12.24 શનિવાર સંસ્કૃત પ્રદર્શની સવારે 11 થી રાત્રે 8 સુધી સંમેલન ઉદ્ઘાટન બપોરે 2 વાગ્યે

સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે 9 વાગ્યે તા.29.12.24 રવિવાર સંસ્કૃત પ્રદર્શની સવારે 8 થી બપોરે 2 સુધી સંમેલન સમાપન બપોરે 2 વાગ્યે

કિશોરભાઈ શુકલ 98257 41868 જનપદ સંયોજક મોરબી સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત વતી

Back to top button
error: Content is protected !!