
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -માંડવી કચ્છ
માંડવી ,તા-૧૮ ડિસેમ્બર : સી.આર.સી ગઢશીશા દ્વારા શ્રી ગઢ કુમાર શાળા મધ્યે ડાયેટ નાં માર્ગદર્શન થી ગુણોત્સવ 2.0 અંતર્ગત ગઢશીશા સી.આર.સી ની તમામ શાળાઓના આચાર્યશ્રીઓની મીટિંગ તથા તાલીમ યોજવામાં આવી.સ્વાગત તથા ગુણોત્સવ અંગે ગઢશીશા સી.આર.સી કો.શ્રી હિરેનભાઈ વાસાણી એ માર્ગદર્શન દ્વારા આપવામાં આવ્યું.ગઢ ગ્રુપ શાળા ના આચાર્ય શ્રી જીજ્ઞેશ ભાઈ ભાવસારે વહીવટી તથા તાલીમ અંગે માહિતી સાથે માર્ગદર્શન આપ્યું.આ તાલીમ માં તમામ આચાર્ય શ્રી ઓ તથા ગઢ કુમાર શાળા ના આચાર્યા ગીતાબા વાઘેલા એ માર્ગદર્શન તેમજ ચર્ચા કરવામાં આવી.વ્યવસ્થા ગઢ કુમાર શાળા ના શિક્ષિકા બહેનો તથા બાળકોએ સાંભળી હતી.







