BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં લોકલ ટ્રાન્સપોર્ટના વાહનો પાસેથી ટોલ વસુલતો હોવાથી વિરોધ પ્રદર્શન, ટ્રાન્સપોર્ટના સંચાલકોએ હાઇવે જામ કર્યો

સમીર પટેલ, ભરૂચ

ભરૂચમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા મૂલડ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે પણ ટોલ વસુલતો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી.તેમ છતાંય ટોલ પ્લાઝા દ્વારા કોઈ પણ કાર્યવાહી નહિ કરાંતા આજ રોજ લોકલ ટ્રાન્સપોર્ટવાળાઓએ ટોલ બુથ પર પોતાના વાહનો લગાવી ટોલ જામ હાઇવે જામ કર્યો છે.જેના કારણે હાઇવે પર વાહનોની કતારો લાગી છે.

ભરૂચન નર્મદા નદી પર 2017માં બ્રિજના લગભગ 8 મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં તે સમયે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવામાં આવી હતી.પરંતુ ફાસ્ટટેગ આવ્યાં બાદ ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટીક કપાઈ જતો હતો.આ સમસ્યાના નિરાકરણ માટે ટોલનાકાના છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી.પરંતુ આ લેનમાં પણ ફાસ્ટટેગ લગાવી દેતાં આ લેનમાંથી પસાર થતાં વાહનોનો ટોલ કપાઈ જતો હોવાથી તે સમયે પણ સ્થાનિકોએ હોબાળો મચાવી વિરોધ નોધાવ્યો હતો.

આખરે સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ છે. પરતું હજીય ભરૂચ જિલ્લાના અલગ અલગ કંપનીઓ માં કામદારોને લાવવા લઈ જવા માટે લોકલ ટ્રાન્સપોર્ટ ની લક્ઝરીઓ આવ જાવ કરે છે.ત્યારે તેમની પાસેથી પણ રોજનો ટોલ વસુલાત કરાતી હોવાના વિરોધ નોંધાવી અનેક વખતે રજૂઆતો કરાઈ હતી.તેમ છતાંય કોઈ નિરાકરણ નહિ આવતા આજ રોજ ટ્રાન્સપોર્ટના સંચાલકોએ મુલડ ટોલ પ્લાઝા પર પોતાની લકઝરી વાહનો લગાવી દેતા તેમની પાછળ વાહનોની લાઈનો લાગી જતાં લોકો ટ્રાફીકમાં ફસાયા હતા.આ ઘટનામાં સ્થાનિક પોલીસ અને ટોલ અધિકારીઓ પણ દોડતા થયા છે.

Back to top button
error: Content is protected !!