GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ એમજીએસ હાઇસ્કૂલમાં ગાયત્રી શક્તિપીઠ તરફથી પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું.

 

તારીખ ૧૮/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત ધી એમ જી એસ હાઈસ્કૂલમાં ગાયત્રી પરિવાર તરફથી પુસ્તક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ આ પુસ્તક પ્રદર્શન નિહાળ્યું અને મનગમતું પુસ્તક અડધી કિંમતે ખરીદ્યું.

આ અવસરે મહાનુભવો દ્વારા પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થિઓ ને મહાનુભવો દ્વારા ભેટ આપી બહુમાન કરવામાં આવ્યું. આ ઉપરાંત શાળાના આચાર્ય અને પ્રાથમિક વિભાગના મુખ્ય શીક્ષક ને પણ ભેટ આપી બહુમાન કરાયા. આ પુસ્તક મેળા મા વ્યસન મુક્તિનો સંદેશ પણ પાઠવ્યો છે.પુસ્તક મેળાના પ્રદર્શનમાં શાળાના ટ્રસ્ટી વિરેન્દ્ર મહેતા, આચાર્ય કે.પી પટેલ, સીની શીક્ષક કે એ પુવાર, પ્રાથમિક વિભાગના કે કે પટેલ કાલોલ તાલુકાના સંગઠનમાં અગ્રણી એવા સુરેન્દ્રભાઈ ચૌહાણ, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના એવા સુભાષભાઈ વરિયા, કલ્પનાબેન વરિયા તેમજ ગાયત્રી પરિવાર ના પ્રમુખ સતિષભાઈ શાહ અને પરિવાર સાથે જોડાયેલા સદસ્યો અને શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા. આ અવસરે સૌએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી.

Back to top button
error: Content is protected !!