GUJARATJUNAGADHKESHOD

રાજયકક્ષા ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પસંદગી થયેલ અને રદ થયેલ નામની યાદી પ્રસિદ્ધ

રાજયકક્ષા ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પસંદગી થયેલ અને રદ થયેલ નામની યાદી પ્રસિદ્ધ

ગુજરાત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ સંચાલીત રાજયકક્ષા ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ગુજરાતભર માંથી ૦૪ વય ગ્રુપ સીનીયર ભાઈઓ, જુનીયર ભાઈઓ, સીનીયર બહેનો, જુનીયર બહેનો કુલ ૧૨૦૭ સ્પર્ધક પસંદગી પામેલ છે. આ સ્પર્ધા તા.૦૫/૦૧/૨૦૨૫ ના વહેલી સવારે ૦૭-૦૦ વાગ્યે યોજાશે. તારીખ ૦૪/૦૧/૨૦૨૫નાં રોજ બપોર પછી ૦૩:૦૦ કલાકે ભવનાથ તળેટી ખાતે પસંદગી પામેલ ખેલાડીઓએ રિપોટિંગ કરવાનું રહેશે. આ સ્પર્ધાની પસંદગી યાદી તથા રદ થયેલ નામોની યાદી Dydo junagadh ફેસબુક આઈ.ડી. પર મુકવામાં આવેલ છે. સ્પર્ધા અંગેની વિગતવાર માહિતી હવે પછી બહાર પાડવામાં આવશે, વધુ માહિતી માટે કચેરીના સંપર્ક નંબર ૦૨૮૫ ૨૬૩૦૪૯૦ પર સંપર્ક કરવો તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી જૂનાગઢ દ્વારા યાદીમાં જણાવેલ છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!