બીઆરસી ભવન વિસનગર ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી. મહેસાણા આઈ.ઈ.ડી. કો ઓર્ડીનેટર શ્રી સુરેશભાઈ ડાભી સાહેબ તેમજ બીઆરસીની અધ્યક્ષતામાં આ પ્રોગ્રામ યોજાયો હતો.
આ પ્રસંગને અનુસંધાને ચૌધરી વિનોદભાઈ (USA) તરફથી તમામ બાળકોને સ્વેટર આપવામાં આવ્યા હતા. સિંધી જીતેન્દ્રભાઈ તરફ થી ટોપી આપવામાં આવી હતી. તેમજ તરફથી તમામ બાળકોને ચપ્પલ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમના ભોજન દાતા શ્રી ચૌધરી માનસંગભાઈ તથા શ્રી પટેલ ભુપેન્દ્રભાઈ હતા. આમ કુલ 240 દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. અને શિક્ષકોએ સુંદર કામગીરી કરી હતી.