વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ
ભુજ,તા-૧૯ ડિસેમ્બર : માન. કલેકટરશ્રી અમિત અરોરા સાહેબના માર્ગદર્શન હેઠળકલેકટર કચેરી ખાતે તા.૧૭/૧૨/૨૦૨૪ના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગની “મિશન શક્તિ યોજના” અંતર્ગત “સંબલ અને સામર્થ્ય” હેઠળની યોજનાઓની જિલ્લા કક્ષાની દેખરેખ અને નિયંત્રણ સમિતિની બેઠક યોજવામાં આવેલ.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવે દ્વારા પ્રથમ “મિશન શક્તિ” યોજના અંગે તમામ પધારેલ લોકોને પ્રાથમિક માહિતી આપવામાં આવેલ જેમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અને “ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન” (DHEW),“સખી” વન સ્ટોપ સેન્ટર (OSC) તેમજ “પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર” (PBSC)યોજનાઓ અંગે પ્રાથમિક સમજ આપવામાં આવેલ.
વર્ષ ૨૦૨૪-૨૫ના એક્શન પ્લાન દરમ્યાન “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અન્વયે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ જેમ કે, “મેન્સસ્ટુઅલ હાઇજીન દિવસ”, “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે ભચાઉ ખડીર બેટ ખાતે“દીકરી પૂજન” અને “દીકરી વધામણા કીટ” વિતરણ કરેલ જે અંગે ચર્ચા કરેલ, તેમજ ભુજ તાલુકાના “તલાટી-કમ-મંત્રીઓ” સાથે એકદિવસીય સેમિનારનું આયોજન કરેલ. વધુમાં “SOS ચિલ્ડ્રન વિલેજ” ગડા ખાતે “એજ્યુકેશન કીટ”નું વિતરણ કરવામાં આવેલ.નવતર પહેલના ભાગરૂપે નખત્રાણા તાલુકાના ઉખેડા ગામે “દીકરી ગૌરવોત્સવ” કાર્યક્રમ યોજવામાં આવેલ.“બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અન્વયે પોલીસ વિભાગની આગામી ભરતીની તૈયારી કરતી દીકરીઓ માટે ખાસ જિલ્લા વહીવટી તંત્ર સાથે માન. પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબન અધ્યક્ષ સ્થાને “મિશન ખાખી” કાર્યક્રમ યોજવામાં આવેલ. વધુમાં રાપર તાલુકા ખાતે “બાળ લગ્ન મુક્ત ભારત, બાળ લગ્ન મુક્ત કચ્છ” સથવારા મેળો-૨૦૨૪ યોજવામાં આવેલ. તેમજ જિલ્લા સ્તરે કરવામાં આવતા પ્રચાર-પ્રસારની કામગીરી, તાલીમ કાર્યક્રમો, જાગૃતિ કાર્યક્રમો, નવતર પહેલ,વગરે અંગે ચર્ચા કરવામાં આવેલ.સમિતિ સમક્ષ વિભાગ દ્વારા કાર્યરત OSC અને PBSC તેમજ DHEWની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવલે અને અન્ય વિભાગ દ્વારા જરૂર સૂચનો માન્ય રાખીને લગત યોજનાઓના વિભાગને સુચિત કરવામાં આવેલ. ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ અને પ્રતિનિધિઓ દ્વારા જરૂરી સૂચનો અંગે પણ ચર્ચા કરવામાં આવેલ.સબંધિત વિભાગના સંકળાયેલ અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારીના પ્રતિનિધિશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકના પ્રતિનિધિઓ પૂર્વ અને પશ્ચિમ વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રતિનિધિ,જિલ્લા શિક્ષણાધિકારી,જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના પ્રતિનિધિશ્રી, બાળ સુરક્ષા અધિકારી, પ્રોગ્રામ ઓફિસરશ્રી આઈ.સી.ડી.એસ.ના પ્રતિનિધિ, જિલ્લા રોજગાર અધિકારીશ્રીના પ્રતિનિધિ, જિલ્લા કાનૂની સેવા સતા મંડળના પ્રતિનિધિ, જિલ્લા લીડ બેન્કના પ્રતિનિધિ, અધિક્ષકશ્રી ચિલ્ડ્રન્સ હોમ-ભુજ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.